અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં અકસ્માત, 2 શ્રમિકોના મોત

0
81
IMNG
પ્લોટ નંબર 103માં શિપ બ્રેકિંગ કરતા બે શ્રમિકો ઉપરથી પટકાયા હતા. પટકાતા ઘટનાસ્થળે જ તેમના મોત થયા છે.
શંખનાદ અહેવાલ હેમરાજસિંહ વાળા
ભાવનગરના તળાજા અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં મોટો અકસ્માત સર્જાયો હતો અને જેમાં પ્લોટ નંબર 103માં શિપ બ્રેકિંગ કરતા બે શ્રમિકો ઉપરથી પટકાયા હતા. પટકાતા ઘટનાસ્થળે જ તેમના મોત થયા છે. મળતી માહિતી મુજબ શિપયાર્ડના પ્લોટ નંબર 103માં શિપ બ્રેક કરતા આ અકસ્માત સર્જાયો હતો. બંને શ્રમિકો કામ કરતી વખતે ઉપરથી નીચે પટકાયા. ઉપરથી પટકાવવાના કારણે બન્નેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. પોલીસને અકસ્માતની જાણ થતા ઘટનાસ્થળે પહોચી ગઈ અને બન્નેના મૃતદેહોને પીએમ માટે તળાજા હોસ્પિટલ મોકલી આપ્યા છે.
IMNG