આખરે મોત સામેનો જંગ હારી ગયાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, 

0
420
IMNG
સમગ્ર દેશમાં શોકના ગરકાવમાં ચોમેર ગમગીની
ઓન ધ સ્પોટ મિલન કુવાડીયા
શબ્દો પર અદભુત પકડ ધરાવતી સટીક ભાષા કે જેને દેશ આખો છેલ્લી વાર સાંભળવા માંગતો હતો તે ‘અટલ’ અવાજ આખરે હંમેશા હંમેશા માટે શાંત થઈ ગયો. લાંબી બિમારી બાદ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આજે સાંજે 5:30 વાગ્યે 93 વર્ષની જૈફ વયે એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. વાજપેયીને યૂરિન ઈન્ફેકશન અને કિડની સંબંધીત મુશ્કેલીઓ ઉભી થતા ગત 11 જુનના રોજ એમ્સમાં રાખલ કરવામાં આવ્યાં હતાં. ડાયાબિટિસનો શિકાર વાજપેયીની માત્ર એક જ કિડની કામ કરતી હતી. વાજપેયીના નિધન સાથે જ દેશભરમાં રીતસરની ગમગીની છવાઈ ગઈ છે. વાજપેયીના ચાહકો ઉંડા આઘાતમાં સરી પડ્યાં છે. વડાપ્રધાન સહિતના મહાનુંભાવોએ પૂર્વ વડાપ્રધાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અટલ બિહારી છેલ્લા 9 સપ્તાહની દેશની જાણીતિ એમ્સ હોસ્પિયલમાં સારવાર હેઠળ હતાં. તેમને 11 જુનના રોજ હોસ્પિયલમાં લાવવામાં આવ્યાં હતાં. તેમનું સ્વાસ્થ્ય ગઈ કાલે બુધવારથી જ વધારે કથળવા લાગ્યું હતું. એમ્સએ મેડિકલ બુલેટીન જાહેર કરીને જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ વડાપ્રધાનની તબિયત છેલ્લા 24 કલાકથી વધારે કથળી રહી હતી ત્યાર બાદ આજે ગુરૂવારે સવારે બીજુ એક મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવ્યું હતુ. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમના સ્વાસ્થ્યમાં કોઈજ સુધાર નથી જણાતો.વાજયેપીના સ્વાસ્થ્યની જાણકારી લેવા આજે દિવસભર વડાપ્રધાન સહિતના મોટા નેતાઓની અવરજવર યથાવત રહી હતી. બપોરે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતાં. જ્યાં તેઓ આશરે 50 મીનીટ જેટલો સમય રોકાયાં હતાં. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ, લોકસભા અધ્યક્ષ સુમિતા મહાજન, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના લગભગ તમામ નેતાઓ એમ્સ પહોંચ્યાં હતાં. રાહુલ ગાંધી ઉપરાંત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ વાજપેયીજીના હાલચાલ જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતાં.
IMNG