આવતીકાલે 5 ઓગસ્ટના રોજ વર્લ્ડ ફ્રેન્ડશિપ ડે 

0
161
IMNG
– અહેવાલ સલીમ બરફવાળા
ફ્રેન્ડ્સ દોસ્તો માટે આ દિવસ બહુ જ ખાસ હોય છે. માત્ર મિત્રો જ નહિ, પરંતુ દરેક એ સંબંધ જ્યાં મિત્રતા જોવા મળે છે તે તમામ માટે આ દિવસ ઉજવવો ખાસ બની રહે છે. દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે જ ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવે છે. પરંતુ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે, ફ્રેન્ડશિપ ડે માટે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર જ કેમ પસંદ કરવામાં આવે છે. અન્ય કોઈ મહિનો કે દિવસ કેમ પસંદ નથી કરાયો. રવિવાર પાછળ શું મુખ્ય કારણ છે. તો આજે આ રોચક જવાબ પણ જાણી લો આવી રીતે શરૂ થયો હતો ફ્રેન્ડશિપ ડે…ઈતિહાસકારોની માનીએ તો, પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ દુનિયાભરમાં દુશ્મની બહુ જ વધી ગઈ હતી. લોકો એકબીજાના દુશ્મન બની ગયા હતા. લોકોના અંદર નફરત વધી રહી હતી. દર બીજા દિવસે નવી ઘટના આકાર લઈ લેતી હતી. આ જોઈને અમેરિકાની સરકારે તે સમયે એક એવા દિવસની જાહેરાત કરી, જે દુનિયારમાં શાંતિનો મેસેજ લઈને આવે. વર્ષ 1935માં ફ્રેન્ડશિપ ડેને પહેલીવાર સેલિબ્રેટ કરાયો હતો. બસ ત્યારથી આ ખાસ દિવસની શરૂઆત થઈ. અમેરિકાની સરકારે જાહેર કર્યું હતું કે, દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારને ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવામાં આવશે. અન્ય એક ઈતિહાસ આ પણ છે…એક અન્ય તથ્ય અનુસાર, પહેલીવાર 1935માં નહિ, પરંતુ 1930માં ફ્રેન્ડશિપ ડે ઉજવાયો હોવાનું કહેવાય છે. હોલમાર્ક કાર્ડ કંપનીના માલિક જોયસ હોલે વર્ષ 1930માં એક ગ્રીટિંગ કાર્ડ દ્વારા લોકોને ફ્રેન્ડશિપના અભિનંદન આપ્યા હતા. પરંતુ મોટી સંખ્યામાં લોકોએ તેની મજાક ઉડાવી હતી, અને કોઈએ તેને ગંભીરતાથી લીધા ન હતા
IMNG