ગુજરાતનું ગૌરવ એવા” સિંહ” વિશ્વ દિવસ ની સિહોરની શાળાઓમાં ઉજવણી 

0
272
IMNG
– શંખનાદ અહેવાલ દેવરાજ બુધેલીયા
આજે ૧૦ ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ જે ગરવા ગિરની શાન છે અને ગુજરાતનું ગૌરવ. એશિયાઈ સિહોમાં ગુજરાતના સિંહો પ્રખ્યાત છે વિશ્વના ખૂણે ખૂણે થી લોકો અહીં સિંહોને નિહાળવા માટે ખાસ આવે છે. ગીર સિવાય જેસર પાલિતાણા સિહોર તળાજા આસપાસના વિસ્તારોમાં પણ સાવજો ના નવા વસવાટ થઈ ગયા છે. સિંહોની વસ્તી વધારવા માટે સરકાર પણ સારા પ્રયત્નો કરી રહી છે. આજે વિશ્વ સિંહના ઉજવણીના ભાગ રૂપે જિલ્લા સહિત તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને સિંહના ચહેરા પહેરાવી ને રેલી કાઢવામાં આવી હતી. સિહોરમાં પણ ગલ્સ હાઈસ્કૂલ, મગલાના પ્રાથમિક શાળા, ભાનગઢ પ્રા. શાળા, સેડરડા પ્રા. શાળા સહિતની તમામ શાળાના બાળકો આજે સિંહ બની ગામની શેરીઓની લટાર મારી હતી અને ઉજવણી કરી હતી
IMNG