ગૌરવવંતા પૂર્વ વડાપ્રધાન અટલજીને સિહોર ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ

0
171
IMNG

સિહોર ટાઉનહોલ ખાતે સંતો મહંતો સામાજિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો

શંખનાદ તસ્વીર હેમલ રાઠોડ
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પથદર્શક એવા વરિષ્ટ આગેવાન રાષ્ટીય સ્વયંસેવક સંઘના પ્રચારક જનસંઘના સ્થાપક સભ્ય થી લઈ ભારતીય જનતા પાર્ટી સુધીના લાંબા રાજનીતિક અનેક જવાબદારી અને દાયીત્ય નિભાવી ચૂકેલ અટલ બિહારી વાજપાઈના અવસાનથી રાજનીતિક કક્ષાએ ભારે ખોટ પડી છે અટલજીના નિધન થી દેશ ના સવા સો કરોડ લોકો ના હ્રદયમા ન પુરી શકાય એવી ખોટ પડી છે ત્યારે આ વિરાટ વ્યક્તિત્વ ના ધની શ્રદ્ધેય અટલજી ને શૌંકાજલી અર્પવા સાર્વજનિક સર્વદલિય પ્રાર્થના સભા નુ આયોજન કરાયું હતું સિહોરના ટાઉનહોલ ખાતે શહેર ભાજપ આયોજિત મહેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં સંતો મહંતો સામાજિક આગેવાન અગ્રણીઓની હાજરીમાં સામાજીક સંસ્થાઓ, સહકારી ક્ષેત્ર ના આગેવાનો, શૈક્ષણિક સંસ્થાના આગેવાનોની હાજરીમાં પ્રાર્થનાસભા સભા સાથે અટલજીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી

IMNG