-ટાણા ગ્રામપંચાયત ની પાસેજ જુગાર માંડી બેઠા હતા એ વેળા એ સિહોર પોલીસે ઝડપી પાડ્યા

0
46
IMNG
– દેવરાજ બુધેલીયા
સિંહોરના ટાણા ગામે ગ્રામ પંચાયત ની ઓફિસની પાસે જ તીન પતિનો જુગાર માંડી ને બેઠેલા ચાર શખ્સોને સિહોર પોલીસે ઝડપી લીધા હતા. મળતી વિગતો મુજબ ટાણા ગ્રામ પંચાયત ની બાજુમાં તીન પતિનો જુગાર રમતા જગદીશસિંહ ગણપતસિંહ ગોહિલ, ગુણવંતભાઈ ભુપતભાઇ ડોડીયા, સીરાજ કેશુભાઈ બેલીમ અને આશિફ ઇરફાનભાઈ ને સિહોર પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ પાડીને રોકડ થતા મોટરસાઇકલ મળીને કુલ ૩૩૭૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
– ભુપેન્દ્રસિંહ ચુડાસમા રવિવારે સિહોરમાં..
IMNG