તળાજા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચિનું પઠાણ ની જાહેરમાં ઘાતકી હત્યા

0
209
IMNG

 

ભાજપના આગેવાનની હત્યાથી રાજકારણમાં ખળભળાટ

તળાજા માં આજે સરેઆમ ભાજપના આગેવાન અને નગરપાલિકા માં પૂર્વ પ્રમુખ યુવાન નસીબખાન પઠાણ ઉર્ફે ચિનું પઠાણ ની જૂની અદાવતને લઈને જાહેરમાં અજાણ્યા શખ્સો દ્વારા હથિયારના ઘા ઝીકીને ઘાતકી હત્યા કરતા શહેરમાં ચકચાર મચી જવા પામ્યો છે. ચિનું પઠાણ તળાજા રાજકારણમાં મોટું નામ ધરાવતા હતા. ભાજપમાં થી તેઓ નગરપાલિકા માં પૂર્વ ઉપપ્રમુખ તરીકે પણ કાર્ય કરી ચુક્યા હતા. મળતી વિગતો મુજબ આજે સાંજના સુમારે તળાજાના સરતાનપર રોડ ઉપર આવેલ મઢુંલી પાસે અજાણ્યા શખ્સો દ્વારા ચિનું પઠાણ ઉપર તીક્ષ્ણ હથિયાર દ્વારા હૂમલો કરીને ઘાતકી હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરીને હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી દીધા હતા. આ ઘટનાને લઈને મુસ્લિમ સમાજના ટોળા ના ટોળા હોસ્પિટલ એ ઉમટી પડ્યા હતા. મહુવા ના ધારાસભ્ય મકવાણા પણ ઘટનાની જાણ થતાં તળાજા રેફરલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. ભાજપના આગેવાનની જાહેરમાં હત્યા થી જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

IMNG