દ્વારકામાં જન્માષ્ટમી આયોજન અર્થે જિલ્લા આહિર સમાજની બેઠક મળી

0
457
IMNG

 

ઉંડવી રાજહંસ ફાર્મ ખાતે સમી સાંજે અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિ ભવ્ય થી ભવ્યા આયોજનને લઈ ચર્ચા વિચારણા થઈ

  1. કાર્યક્રમમાં યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ભારત સરકારના હંસરાજ યાદવ, સહિત આહીર સમાજના દિગગજ નેતાઓ ઉપસ્થિત રહેશે..

શંખનાદ અહેવાલ મિલન કુવાડીયા
– દ્વારકામાં આગામી જન્માષ્ટમીને લઈ કાન્હા વિચાર મંચ દ્વારા દ્વારકામાં ભવ્યાતિ કાન્હાનો જન્મોત્સવ ઉજવાય તે અંગે જિલ્લા આહિર સમાજની આજે સમી સાંજે ઉંડવી રાજહંસ ફાર્મ ખાતે બેઠક મળી હતી શ્રાવણ વદ આઠમના ભગવાન કૃઝણના જન્મોત્સવ તરીકે સમગ્ર દેશ-દુનિયામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.ત્યારે આહિર સમાજ (યાદવ) કુળના ઈઝટદેવ અને સમગ્ર દુનિયાના આરાધ્ય દેવ તેવા કૃષ્ણ કનૈયાની જન્મજયંતિ એટલે કે જન્માષ્ટમી આ દિવસે દ્વારકા નગરી જે કૃષ્ણની ભૂમિ અને રાજ નગરી છે. તેવા દ્વારિકામાં નિજ મંદિર સિવાય કૃષ્ણ જન્મોત્સવની કોઈ શોભાયાત્રા કે ખાસ પ્રકારે ઉજવણી કરવામાં આવતી ન હોવાથી આગામી જન્માષ્ટમીના રોજ દ્વારકામાં ભવ્ય શોભાયાત્રા સહિત ધામધુમ પુર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે તે માટે સમસ્ત આહિર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને આજે સમી સાંજે ઉંડવી રાજહંસ ફાર્મ ખાતે સમસ્ત જિલ્લા આહીર સમાજનું સંમેલન યોજાયું હતું દ્વારકા ખાતે યોજાનાર કાર્યક્રમને લઈ ચર્ચા વિચારણા થઈ હતી અને આગેવાન અગ્રણી યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આ ઉત્સવમાં યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સહિત રાષ્ટ્ના દિગગજ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે

IMNG