પીઆઇ સોનારાની બદલી તાકીદે રદ કરો

0
177
IMNG
સિહોરના પૂર્વ કોન્સ્ટેબલ બટુકભાઈ એ આપી આત્મવિલોપનની ચીમકી, પોલીસ બેડામાં ખળભળાટ
પીઆઇ સોનારાની રાજકીય ઈશારે બદલી થઈ છે અને હવે પછી દબાણ હટાવવામાં માટે ગયેલ કોઈ અધિકારી કે પોલીસ કર્મીની રાજકીય ઈશારે બદલી થશે તો એ પોતે રાજકોટ અમદાવાદ હાઇવે પર ગમે ત્યારે આત્મવિલોપન કરી લેશે
– શંખનાદ અહેવાલ સલીમ બરફવાળા
રાજકોટના એ ડિવિઝનના પીઆઇ સોનારાની રાજકીય દબાણવશ થયેલી બદલીને લઈ રોજબરોજ સમગ્ર ગુજરાતમાં રોષની પ્રબળ જ્વાળા ફેલાતી જાય છે અને ખાસ કરીને પોલીસ બેડામાં કચવાડની લાગણી છે તો સામાન્ય નાગરિકમાં રોષની લાગણી જોવા મળી રહી છે આ બાબતે સિહોરના પૂર્વ પોલીસ બેડાના કોન્સ્ટેબલ બટુકભાઈ નામના પોલીસ કર્મીએ પીઆઇ સોનારાની બદલી તાકીદે રદ કરવા પોતે જ મેદાને પડ્યા છે અને આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે અગાઉ સિહોરમાં ફરજ બજાવતા અને હજુ થોડા દિવસ પહેલા જ પોલીસ ફરજ માંથી નિવૃત થયેલ બટુકભાઇ નામના પૂર્વ પોલીસ કર્મીએ ગૃહ વિભાગને પત્ર લખીને પીઆઇ સોનારાની બદલી તાકીદે રદ કરવા માંગ કરી છે અને ઉપરાંત હવે પછી દબાણ હટાવ માટે ગયેલા કોઈ પોલીસ અધિકારી કે કોઈ પોલીસ કર્મીની રાજકીય ઈશારે બદલી થશે તો એ પોતે ગમે ત્યારે આત્મવિલોપન કરશે ની ચીમકી ઉચ્ચારતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને બીજી તરફ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે રાજકોટ અમદાવાદ હાઇવે પર કોઈ પણ સમયે આત્મવિલોપન કરશે ને લેખિત ગૃહ વિભાગમાં કરતા પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે..
IMNG