પોલીસ ચોકી સામે ગટરના ઢાંકણ થી અકસ્માતની ભીતિ 

0
74
IMNG
પાલિકાના અડધા અધૂરા કામો થી સિહોરની પ્રજા ત્રાહિમામ
– શંખનાદ અહેવાલ હરીશ પવાર
સિહોર નગરપાલિકા ના ગોબરા વહીવટો ના વખાણ કરવા બેસીએ તો છાપા માં પાનાઓ ભરાય જાય. જ્યાં કામ સરખું કરવા જાય ત્યાં સરખું તો કરે પણ પાંછું અધૂરું મૂકીને આવે જેથી કરીને એવા ખાડામાં રાહદારી ખાબકે ને ઇજા થાય તો એમાં પાલિકાને શુ ? પાલિકાના કર્મચારી જ્યારે સમસ્યા નિવારણ માટે રીપેરીંગ કરવા જાય ત્યારે જે તે વોર્ડના કોર્પોરેટર અને પાલિકાના ચેરમેનો ને બે પગલાં લઈને ત્યાં જઈ સરખું કામ થઈ ગયું છે કે કેમ તે જોવા જવામાં શુ જોર પડતું હશે ભગવાન જાણે. સિહોરના વડલા ચોકમાં પોલીસ ચોકી સામે છેલ્લા ઘણા દિવસથી ગટરનું ઢાંકણ સરખું કરીને પછી જેમ તેમ ખાડો રાખીને કર્મચારીઓ જતા રહ્યા છે. અહીં દિવસ અને રાત દરમ્યાન મોટા પ્રમાણમાં રાહદારીઓ પસાર થાય છે. નજીકમાં ત્રણ શાળાઓ આવેલી છે જ્યારે અહીં આ ગટરના ઢાંકણ ને લઈને કોઈ અકસ્માત સર્જાશે ને જાનહાની થશે તો જવાબદારી ઉપાડશે કોણ ? સિહોરની પવિત્ર ભૂમિ ઉપર પાલિકા સારા કામો ક્યારે કરશે ભગવાન જાણે…!
IMNG