બે દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ

0
55
IMNG
શંખનાદ અહેવાલ હરીશ પવાર
સિહોર શહેર અને પંથકમાં સતત ધાબડીયા વાતાવરણ વચ્ચે શ્રાવણી સરવડા વરસવાનો દૌર યથાવત રહ્યાે હતો. વરસાદી વાતાવરણના પગલે તાપમાનમાં નાેંધપાત્ર ઘટાડો થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી શ્રાવણ માસના પ્રથમ પખવાડીયાના અંતિમ દિવસોમાં સજાર્યેલા ધાબડીયા વાતાવરણ વચ્ચે સતત પણ શ્રાવણી સરવડા વરસવાનો દૌર યથાવત રહેતા સિહોર અને પંથક સાથે જિલ્લાના પંથક તળાજા, ગારિયાધાર, જેસર, સહિત ઉમરાળા, પાલિતાણા અને ઘોઘામાં હળવા ઝાપટા વરસ્યા હતા. જયારે આજથી બે દિવસ સુધી જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે તંત્ર સાબદુ બન્યુ છે. અને તમામ અધિકારીઆેને હેડકવાર્ટર નહિ છોડવા તેમજ પુર સહિતની પરિિસ્થતિની પહાેંચી વળવા સહિતના ઉચ્ચ કક્ષાએથી આદેશો જારી કરાયા છે.
IMNG