મિઝલ્સ – રૂબેલા રસીની જનજાગૃતિ માટે વાલી સભા યોજાઈ

0
135
IMNG
– શંખનાદ અહેવાલ હરીશ પવાર
ભારત સરકાર નૂતન અભિગમ વાળો બાળમરણ અટકાવવા તેમજ જન્મ જાત બાળકોની ખોટ-ખાપણ દૂર કરવા ૯ માસ થી ૧૫ વર્ષના બાળકો સુધીના ને રસી આપવી જરૂરી છે તે સમજણ માટે શાળા નં ૭ સિહોર પ્રાથમિક શાળા ખાતે વાલી સભા મળી હતી જેમાં વિશાલ સંખ્યામાં ઉપસ્થિત વાલીઓને તાલુકા હેલ્થ કચેરીના હેલ્થ ઓફિસર ડૉ જયેશ વંકાણી, ડો રૂપલબેન વૈષ્ણવ, ડો સંજય ખીમાણી તેમજ હેલ્થ તાલુકા સુપરવાઈઝર અનિલ પંડિત અર્બનના સાજણભાઈ એ ઉપસ્થિત વાલીને તેમના બાળકોને શા માટે રસી આપવી જરૂરી છે તે અંગે સમજણ આપી હતી વાલીઓમાં સંતોષ થયેલ અને રસી મુકાવવા માટે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો આ રસીથી કોઈ પણ બાળકને આડ અસર થયેલ નથી
IMNG