યુવા યુગ પરિવર્તન દ્વારા રાષ્ટ્ર પર્વની જબરદસ્ત રીતે ઉજવણી થઈ

0
138
IMNG

 

આ સંસ્થામાં બધા જ ધંધાર્થી અને દેશપ્રેમી યુવાનો જોડાયેલા છે, આ સંસ્થાના એક-એક કાર્યક્રમો નિહાળવા જેવા લાજવાબ હોઈ છે

– શંખનાદ અહેવાલ સલીમ બરફવાળા
સિહોરની નામાંકિત યુવાનોની સંસ્થા યુવા યુગ પરિવર્તન દ્વારા રાષ્ટ્રપર્વની જબરદસ્ત રીતે ઉજવણી કરવામાં આવી છે આ સંસ્થામાં તમામ યુવાનો ધંધા રોજગાર સાથે જોડાયેલા પરંતુ એ ઉજવણી કરતા કાર્યક્રમો જબરદસ્ત અને અફલાતૂન હોઈ છે ખાસ કરીને મલય રામાનુજ અને ટીમ દ્વારા દરેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને દરેક કાર્યક્રમોમાં વિશેષતા હોઈ છે રાષ્ટ્રપર્વ 15 મી ઓગસ્ટના રોજ બંધન પાર્ટી પ્લોટમાં કાર્યક્રમનું આયોજન થયું સાથે સંસ્થાના યુવા યુગ પરિવર્તન સંગઠન ને દસ વર્ષ પૂર્ણ થતાં હોય સિહોર બંધન પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે શહેરની વિવિધ શૈક્ષણિક બિન શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ યુવાનોએ ભાગ લીધો હતો સાથે સાથે સિહોર માં પ્રથમ વખત સિહોરમાં વસતા નિવૃત આર્મી જવાનોનો સન્માન કરવામાં આવ્યું હતું ત્રણ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો પણ આપવામાં આવ્યા હતા અને સિહોરના યુવાન દ્વારા બનાવેલ સ્વચ્છ ભારત પરની શોર્ટ ફિલ્મ નું અનાવરણ થયું હતું રાષ્ટ્રપર્વની ઉજવણી સાથે સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જે શહેર વાસીઓએ મન ભરી માણ્યા હતા

IMNG