વ્યાજખોરો ના ત્રાસ થી ટાણા ના યુવાને ઝેરી દવા ગટગટાવી

0
264
IMNG

 

– શંખનાદ અહેવાલ હરીશ પવાર
વ્યાજખોરો નો ત્રાસ ફરી જિલ્લામાં સળવળ્યો છે. વ્યાજખોરીના લીધે ભૂતકાળમાં અનેક ઘટનાઓ જોવા મળી છે. ત્યારે સિહોરના ટાણા ગામે વ્યાજે લીધેલ રકમની પઠાણી ઉઘરાણીના ત્રાસથી કંટાળીને યુવાને કપાસમાં છાંટવાની દવા પી ને આત્મઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બનાવની મળતી વિગત મુજબ સિહોરના ટાણા ગામે ગોધાણી શેરીમાં રહેતા અને હીરા ધસવાનો વ્યવસાય કરતા રત્નકલાકાર યુવાન બાબુભાઇ પૂજાભાઈ ગોધાણી ઉ.વર્ષ 35 એ સિહોર પોલીસ મથકમાં ચેતન રાણાભાઈ રબારી અને વિહાભાઈ ગોકુળ વાળાનો દીકરો બંને રહે ટાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેઓના ભાઈ કુરજીભાઈ એ ઉક્ત બંને શકસો પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે રકમ લીધા બાદ તેઓ સુરત રહેવા જતા રહ્યા હતા. ઉપરના બંને શકસો આ બે લાખના વ્યાજની ઉઘરાણી રૂપે ગાળો આપી ઢીકા પાટુ મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા જેને પગલે કંટાળી જઈને યુવાન રત્નકલાકરે કપાસમાં નાખવાની દવા ગટગટાવી જઈ આપઘાત વોરવાનો પ્રયાસ કર્યો હતો જેને પગલે યુવાનને સારવાર માં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને સિહોર પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

IMNG