સિહોરના રહેણાકી મકાનમાં એલસીબી ત્રાડકી

0
138
IMNG
108 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો, બુટલેગર ફરાર
સિહોરના પાળીયાધારના ખાચા વિસ્તારમાં બાતમી રાહે ક્રાઈમ બ્રાંચે ત્રાડકીને રહેણાંકી મકાનમાં છૂપાવાયેલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે લીધો હતો જોકે બુટલેગર હાજર મળી આવ્યો ન હતો સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ વેળાએ સિહોરના પાલિયાધાર ખાચા વિસ્તારમાં રહેતો અસલમ ઉર્ફે અચુ ઇસાભાઈ ગનીયાણીના કબ્જા ભોગવટાના મકાનમાં વિદેશી દારૂ છુપાવાયો હોવાની પૂર્વ બાતમીના આધારે રેડ કરી તપાસ હાથ ધરતા મકાનમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ટની ૧૦૮ બોટલ મળી આવતા કબ્જે લીધી હતી જ્યારે એલસીબી દ્વારા સિહોર પોલીસમાં પ્રોબીહીશન એકટનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે
IMNG