સિહોરની શબવાહીની સામાન્ય ફોલ્ટમાં પોતે જ શબ થઈ પડી

0
38
IMNG

 

વાયરિંગ જેવી સામાન્ય બાબતને દુરસ્ત કરવાનો તંત્ર પાસે સમય નો અભાવ કે અણઆવડત

સિહોરની પ્રજાને પડતી હાલાકી દૂર કરવા લોક માંગ..

– અહેવાલ હરેશ પવાર..
સિહોર નગર પાલિકાના નેતાઓ પોતાના મોજ શોખ માટે સુરા પુરા સાબિત થઈ રહ્યા છે નગરપાલિકા ના પદઅધિકારીઓ પોતાના માટે લાખ્ખો રૂપિયાની કિંમતની કાર વસાવી રહ્યા છે પરંતુ જે પ્રજાના મતે આ શાસકો ચૂંટાઈને આવ્યા છે તે પ્રજા ધર્મ વિસરી રહ્યા હોઈ તેવું લાગી રહ્યું છે શબવાહીની કે જે લોકોના પરિવારોમાં મરણ થાય અથવા તો દવાખાનામાં કોઈનું મોત થાય ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ આ શબવાહીની કે જેમાં વાયરિંગ જેવા સામાન્ય ફોલ્ટ ના કારણે છેલ્લા દસ દિવસ થી બિન ઉપયોગી હાલત માં પડી રહેલી છે જેને રીપેરીંગ કરવાનો તંત્રને યોગ્ય લાગતું નથી તેવું જણાઈ છે જેના કારણે સિહોર અને આસપાસ વિસ્તારની પ્રજાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો શું તંત્ર તાકીદે આ શબવાહીની ને દુરસ્ત કરાવશે કે કેમ વાયરિંગ રૂપી વાહનોની સર્કિટની સાથે સાથે માનવોની સર્કિટ પણ ખરાબ થતી હોય તેવા સંજોગો માં શોર્ટ સર્કિટ થાય તે પહેલાં તમામ સર્કિટો દુરસ્ત થાય તે જરૂરી છે. નગરપાલિકા ના નવનિયુક્ત પ્રમુખ પણ ચાર્જ લેતા સમયે ખૂબ જ પ્રભાવક મૂડ માં હતા છે પરંતુ ખબર નહિ કેમ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ વારંવાર થવા પામી છે રીઢા થઈ ગયેલા કર્મચારીઓની મન-માની સામે પગલાં લેવાઈ તે પણ જરૂરી જણાઈ છે કારણ કે અહીં લોકોએ વિશ્વાસ રાખીને પ્રજા આપેલ અમૂકય મતના વિશ્વાસનો સવાલ પણ ખરી જ ને .. ખેર હવે આગામી દિવસોમાં જોવું જ રહ્યું કે આ શબ થઈ ગયેલી શબવાહીની માં પાલિકા જીવ પૂરે છે કે કેમ તે જોવું જ રહ્યું..બાકી પાલિકાનું અંધેર તંત્રતો સિહોરીજનો સામે સ્પષ્ટ થઈ જ ગયું છે

IMNG