સિહોરમાં ચોથી એડિશનલ કોર્ટ માટે જમીન માંગણી

0
149
IMNG
બાર-એસોસિએશન ના પ્રતાપભાઈ પરમાર તેમજ અગ્રણી ધારાશાસ્ત્રી રાજુભાઇ જાની દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત..
શંખનાદ અહેવાલ હરીશ પવાર
સિહોરમાં ન્યાય મંદિર માં ત્રણ ત્રણ કોર્ટ આવેલી છે હાલ એડિશનલ કોર્ટ શરૂ થતાં જેમાં ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે જેમાં ભારણ અને કામગીરી વધી રહી છે જ્યાં આ કોર્ટ નું બિલ્ડીંગ નાનું અને ભારે સકડામણ ભોગવતું છે અને વિશાલ બિલ્ડીંગમાં કોર્ટ શરૂ કરવા સરકારી જમીનની ખાસ જરૂરિયાત બનતી હોય છે જે સ્વભાવિક છે સિહોરમાં વિશાલ અને પડતર બિન ઉપયોગી કુકડા કેન્દ્ર અને પશુપાલન કેન્દ્ર આવેલું છે અને જે જગ્યા ધૂળ ખાઈ રહી છે જો સરકારી જમીન સરકારી જન હેતુ માટે આ જગ્યાનો ઉપયોગ થાય તે માટે સિહોર ન્યાય મંદિર બાર એસોસિએશન તેમજ વિવિધ ધારાશાસ્ત્રી નોટરી રાજેન્દ્રભાઈ જાની દ્વારા જગ્યાની માંગણી કરી છે જેમને જણાવ્યું હતું કે ચોથી કોર્ટ શરૂ કરવાથી જે સેશનલ કોર્ટ શરૂ કરવાની માંગણી કરવામાં આવેલ જે ડિસ્ટીકટ અને હાઇકોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે અને આ અંગે જમીન હોઈ તો ચોથી કોર્ટની મંજૂરી માટે રાજ્ય સરકારના ગૃહ મંત્રી અને કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે એપોઇન્ટમેન્ટ મળી ગઈ હોય આ બાબતે સિહોરમાં વધુ એક કૉર્ટ થવાથી અન્ય તાલુકા શહેરો ગ્રામ્ય વિસ્તારો માટે ભાવનગર સુધીના ધક્કા અને સમય બચી શકે અને જરૂરી કોર્ટ કાર્યવાહી થઈ શકે તેવુ રાજુભાઈ જાની દ્વારા જણાવ્યું હતું.. *નવી કોર્ટ ની વાત નગરમાં આગ ની જેમ ફેલતા પશુ દવાખાના ભાવનગર રાજકોટ રોડ ઉપર જમીન મિલકત દલાલો ના આટા ફેરા વધી ગયા છે*
IMNG