– સિહોરમાં ટોબેકો ટીમ ત્રાડકી, ઠેર ઠેર ચેકીંગ, સ્થળ પર દંડ વસુલાયો, 

0
47
IMNG
– વાયુ વેગે વાત પ્રસરી અને માવા-પાન કોર્નરની દુકાનોના શટર ધબોધબ પડ્યા, વેપારી-ઓએ દુકાનો બંધ કરી દીધી, અધિકારીઓની ટીમ આખા ગામમાં ફરી વળી..
– અહેવાલ હરેશ પવાર..
– આજ સવારે સિહોરમાં જિલ્લા હેલ્થ ટોબેકોની ટીમ ત્રાડકી અને પાન માવા તમાકુનું વેચાણ કરતા વેપારીઓ સામે લાલ આંખ કરતા સન્નાટો મચી જવા પામ્યો હતો હેલ્થની ટીમ દ્વારા ઠેરઠેર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું વાત સમગ્ર સિહોરમાં વાયુવેગે ફેલાતા પાન માવાની દુકાનોના શટરો ધબો-ધબ પડવા લાગ્યા હતા અને એક સમયે વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી આજે જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારીની સૂચના જિલ્લા ટોબેકો ટીમ દ્વારા તાલુકા હેલ્થ વિભાગ મામલતદાર કચેરી શિક્ષણ વિભાગ તાલુકા હેલ્થ અધિકારી તેમજ પોલીસ તંત્ર અને સ્થાનિક મીડિયાને સાથે રાખીને ટોબેકો ટીમ દ્વારા સિહોર ખાતે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શાળા હોસ્ટેલ કોર્ટ કચેરી વગેરે આજુબાજુ સ્થળો પર ચાલતી પાનમાવા દુકાનો પર ચેકીંગ હાથ ધરાયુ હતું સિગારેટ ગુડખા તમાકુ સહિત જીવલેણ ચીજ વસ્તુઓના દુકાનો પરના બોર્ડ ચેકીંગ કરેલ ગેરકાયદેસર વેચાણ થતા અલગ અલગ વેપારીઓ પાસેથી પંદરેક હજારનો દંડ પણ વસુલાયો હતો આ ચેકીંગ થી પાન માવા વેપારીઓ માં સન્નાટો મચી ગયો હતો અને કેટલાક વેપારી દુકાનો બંધ કરી ને છું-મંતર પણ થયા હતા….
IMNG