સિહોરમાં ભર ચોમાસે પાણીના નામની હોળી

0
120
IMNG
પાલિકા પ્રમુખના “પિયરમાં” જ પાણી માટે વલખા
વોર્ડ નં૬ માં પાણી માટે કાળો દેકારો- ૧૦-૧૦દિવસથી પાણી મળ્યું નથી
૨૫ વર્ષના શાસનમાં એક પાણી જેવી સમસ્યા હલ કરી શક્યું નથી
સિહોરમાં વર્ષો થી પીવાના પાણીની સમસ્યા જેમ ની તેમ જ રહી છે. છેલ્લા પચીસ પચીસ વરસ થી ભાજપ શાસક પક્ષમાં બેઠયું છે અને છેલ્લાં પાંચ વરસ થી તો કેન્દ્રમાં પણ પોતાની સરકાર હોવા છતાં આ પાલિકાના શાસકો શહેરીજનોની પાણી સમસ્યા નો નિવેડો લાવી શક્યા નથી. સુજલામ સુફલામ યોજનાઓના નામે બે પાવડા તળાવ માં મારીને બાકીની ગ્રાન્ટ બારોબાર કરી નાખે છે અને પાછળ પ્રજા પાણી માટે વલખા મારે છે. ભરચોમાસે પણ આ સમસ્યા કાયમિક ની થઈ ગઈ છે. હવે જ્યારે પાલિકાની  કમાન એક મહિલાના હાથમાં હોય ત્યારે પાણીની સમસ્યાનો હરહંમેશ સામનો કરતી સિહોરની મહિલાઓને કઈક સારી આશા જાગતી હોય છે કે હવે પાણીની સમસ્યાઓ નું નિવારણ આવશે કઈક હવે બેડાઓ લઈને નળની લાઈનો માં ઉભું નહિ રહેવું પડે પણ એમની આ આશાઓ ઉપર પણ જાડી ચામડીના પાલિકાના શાસકો સાથે રહીને મહિલા પ્રમુખ પણ પાણી ફેરવી નાખ્યું છે. આજે સિહોરની કંસારાબજારમાં મહિલાઓ દ્વારા પાણીનો કાળો કકળાટ કર્યો હતો. છેલ્લા દસ દસ દિવસથી આ વિસ્તારમાં પાણી આપવામાં આવ્યું નથી. પાલિકાના વોટર વર્કસ વિભાગના કર્મચારીઓ અને પ્રમુખ ને પણ જાણ કરવામાં આવેલ પણ પથ્થર ઉપર પાણી જેવી સ્થિતિ છે અહીં તો. નવાઈ ની વાત તો એ છે કે વોર્ડ 6 માં પાલિકાના પ્રમુખ દીપતિબહેન નું “પિયર” છે ત્યારે જે પોતાના પિયરમાં પણ સારું ના કરી શકે એ શહેર નું શુ સારું કરશે  તેવો બળાપો ત્યાંની મહિલાઓએ મીડિયા સમક્ષ કાઢ્યો હતો. બીજી બાજુ જોઈએ તો જિલ્લામાં કોંગ્રેસ મજબૂત ગણાતી હોય તો તે સિહોરની છે પણ કેમ જાણે જ્યારે લોકોની સમસ્યાઓ સામે વિરોધ કરવાનો આવે લડવાનું આવે ત્યારે આ વિપક્ષ બે ચાર દાડા માં જ માંડવા નાખીને કેમ ઉભા થઇ જાય છે એ જ સિહોરીજનોની સમજની પેરે પાર હંમેશા રહે છે. ખેર હવે હજુ પણ થોડી આશાઓ મહિલા પ્રમુખ દીપતિબહેન સાથે સિહોરની મહિલાઓને છે કારણકે પ્રમુખ પણ એક મધ્યમ પરિવાર માંથી આવે છે અને તેનો પણ આવી સમસ્યાઓ થી સારી રીતે વાકેફ છે કે મહિલાઓને પાણી માટે કેટલા વલખા મારવા પડે છે.
IMNG