સિહોર ભાજપે કરી મુખ્યમંત્રી રૂપાણી ના જન્મદિવસની  ઉજવણી 

0
118
IMNG
સરકારી દવાખાને ફળ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી
જિલ્લા પંચાયત પ્રમુખ વકતુંબહેન ની વિશેષ ઉપસ્થિતી
આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના જન્મદિવસ ને લઈને રાજ્યમાં ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. સિહોરમાં ભાજપ યુવા મોરચો અને શહેર સંગઠન દ્વારા મુખ્યમંત્રી ના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે સિહોરના સરકારી દવાખાના માં ફળ વિતરણ ક્રાર્યકમ રાખવામાં આવ્યો હતો. અહીં કાર્યક્રમ માં ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ વકતુંબહેન ની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે હરદેવસિંહ વાળા,પરેશ જાદવ,કમલેશ ઇટાલિયા, આશિષ પરમાર, કરણ પરમાર,પાર્થ વ્યાસ સહિતના કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે જિલ્લા પંચાયતના પ્રમુખે સરકારી દવાખાના ની મુલાકાત લઈ અહીંના અધિકક્ષ ડો.આર. જે.યાદવ ની મુલાકાત લીધી હતી.
IMNG