– સિહોર વળાવડ પ્રાથમિક શાળાની અચાનક વિઝીટ લેતા ઉચ્ચ અધિકારી

0
60
IMNG

– સિહોર વળાવડ પ્રાથમિક શાળાની અચાનક વિઝીટ લેતા ઉચ્ચ અધિકાર

– અધિકારીએ અચાનક સ્કૂલની વિઝીટ લીધી સમીક્ષા કરી

– શંખનાદ અહેવાલ હરીશ પવાર
– મિશન વિઝીટ અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઉચ્ચકક્ષાના અધિકારીઓ દ્વારા વિઝિટો લેવાતી હોઇ છે જે અનુસંધાને ગઈકાલે સિહોર વળાવડ પ્રાથમિક શાળા ખાતે IAS અધિકારી બીએચ તલાટી દ્વારા આકસ્મિક અચાનક મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન શાળામાં અભ્યાસ કરતા બાળકોની વાંચન લેખન બાબતે વર્ગખંડની મુલાકાત લીધી હતી અને પ્રશ્નોત્તરી કરી હતી અને એ સંદર્ભે આચાર્ય પદમાબેન અને સ્ટાફ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ સાથે પીટીઓ લીનાબેન તળાજિયા, તથા બીઆરસી વિનોદભાઈ જોડાયા હતા મુલાકાત કરનાર અધિકારીને વળાવડ પ્રાથમિક શાળાનું પ્રકૃતિરમ્ય વાતાવરણ ખૂબ ગમ્યું હતું..

IMNG