સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યા એ પાલિતાણા માં ખીલ્યો દેશભક્તિનો રંગ

0
133
IMNG

સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યા એ પાલિતાણા માં ખીલ્યો દેશભક્તિનો રંગ

1107 ફૂટ લાંબા રાષ્ટ્ર ધ્વજ સાથે સ્ત્રીશક્તિ એ નીકાળી તિરંગાયાત્રા

શંખનાદ અહેવાલ સલીમ બરફવાળા
આવતીકાલે દેશના 72માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. ત્યારે 14મી ઓગષ્ટના દિને એટલે કે અખંડભારત સ્મૃતિદિને ભાવનગરના પાલીતાણા ખાતે ભવ્ય તિરંગાયાત્રા નીકળી હતી. પાલીતાણા ખાતે 1107 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા તિરંગાને પાલીતાણાની સ્કૂલ તથા કોલેજની 1200 બહેનો શહેરના માર્ગો પર લઇને નીકળી હતી.અને અનેરો દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.આ પ્રસંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ખાસ હાજર રહ્યા હતા ભાવનગર જીલ્લાના પાલીતાણા ખાતે જેસીઆઈ દ્વારા એક ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકુર વિદ્યાલય ખાતેથી આ તિરંગાયાત્રાના પ્રારંભે ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી,જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા,ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા જેસીઆઈના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શાળા તથા કોલેજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો અને લોકો હાજર રહ્યા હતા.તિરંગાયાત્રા તો અનેક જગ્યાઓ પરથી નીકળે છે. પરંતુ પાલીતાણાની આ તિરંગાયાત્રા વિશેષ છે કારણ કે ગુજરાત નહિ પરંતુ ઉતર ભારતનો સૌથી મોટો આ તિરંગો છે, અને જેને માત્ર બહેનો લઈને નીકળી છે.તિરંગાયાત્રાનું પ્રસ્થાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરાવવામાં આવ્યું હતું.

IMNG