હાર્દિકના અનશનને લઈ આવતીકાલથી સિહોરના અંદાજે સાત ગામો ઉપવાસ છાવણી માં ફેરવાની સંભાવના પ્રબળ

0
181
IMNG
પાટીદારોની અલ્ટીમેન્ટ ને લઈને તંત્ર પણ એલર્ટ, પોલીસનું ઠેરઠેર પેટ્રોલિંગ
પાટીદાર આંદોલન નું હબ ગણાતું સિહોર તાલુકા માં અત્યાર સુધી આંદોલનની ઇફેક્ટ સૌથી વધુ રહી છે.ત્યારે હાર્દિક પટેલ ખેડૂતો ના દેવા માફી અને પાટીદારની મુખ્ય માંગણી અનામત ને લઈ  અમદાવાદ પોતાના નિવસ્થાને  આમરણાંત ઉપવાસ કરી રહ્યાં છે.ત્યારે ત્યાં જતાં હાર્દિકના સમર્થક ને પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યાં છે મીડિયા અને ધારાસભ્ય ને પણ અંદર પોહચવા દેવામાં કનડગતતાં વધું છે.ત્યારે સિહોર પાસ ટીમ દ્વારા 24 કલાકના અલ્ટીમેટમ સાથે સિહોર મામલતદાર ને આવેદન પત્ર પાઠવી હાર્દિકના સમર્થકો ને હાર્દિક સુધી પોહચવા દેવાની માંગણી કરી હતી પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયાં નથી ત્યારે આવતી કાલથી ભાજપ પ્રદેશ પ્રમુખના ગઢમાં ફરી મોટા સુરકા સહિત અંદાજે સાત ગામોમાં ઉપવાસ આંદોલન ના સમર્થનમાં ઉપવાસ છાવણી નખાશે. આ ઉપવાસ આંદોલન ને લઈને હાલ હાર્દિક પટેલની તબિયત થોડી બગડી રહી છે. તેવી યાદી પાસ આગેવાન હાર્દિક દોમડિયા ની યાદી માં જણાવાયું છે ત્યારે સિહોર તાલુકામાં ઉપવાસ છાવણીના અલ્ટીમેટમને લઈ તંત્ર પણ સજાગ થયું છે
IMNG