૫૨ ની કરોડ ગટર યોજનામાં વિજિલન્સ તપાસ માટે બે ચાર સભ્યોને બાદ કરતાં તમામની સહમતી

0
112
IMNG
ગટર યોજના, કરોડોના પાણીના પાઇપો, એલ.ઇ.ડી લાઈટ મુદ્દે સભાસદોની અલગથી બેઠક મળે તેવી અટકળો તેજ
ગઈકાલની સાધારણ સભામાં ભાજપના જ સભ્યએ ગટર યોજનામાં વિજિલન્સ તપાસની માંગણી કરતા ખળભળાટ
જે તે સમયે કરોડોના ગટર પ્રોજેકટમાં કોંગ્રેસે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને ગઈકાલ સાધારણ સભામાં ભાજપના જ સભ્યએ આ ગટર પ્રોજેકટની વિજિલન્સ તપાસની માંગ કરતા જ સન્નાટો
ગઈકાલની સિહોર નગર પાલિકાની સાધારણ સભા ખૂબ જ ચર્ચાસ્પદ રહી ખાસ કરીને સિહોરની પ્રજા માટે કરોડોના ગટર પ્રોજેકટ માટે સરકાર દ્વારા આપવામાં આવેલ પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા વેડફાઈ ગયા હોવાની ચર્ચાઓ પહેલે થી હતી જ..પરંતુ ગઈકાલની સાધારણ સભાની શરુઆતમાં જ  પૂર્વ પ્રમુખ અને હાલના ભાજપના નગર સેવક દીપશંગભાઈ રાઠોડ દ્વારા ગટર પ્રોજેકટ માટેનો મુદ્દો સભાની શરુઆત માં ઉઠાવીની ગટર પ્રોજેકટ માટે વિજિલન્સની માંગણી કરતા જ સભામાં જ સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો જે તે સમય પર જ્યારે સરકારશ્રી દ્વારા લોકોની સુવિધા માટે લોકોની સુખાકારી એક સારા અભિગમ સાથે અને લોક ઉપયોગી હેતુ માટે ગટર યોજના માટે કરોડો રૂપિયા આપ્યા હતા પરંતુ યોજના અમલમાં આવી ત્યારથી વિવાદોમાં રહી છે કોંગ્રેસ દ્વારા પણ જે તે સમય પર આ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો મહત્વની બાબત એ છે કે જ્યાર થી યોજના અમલમાં આવી ત્યાર થી લઈ આજ સુઘી વાદ વિવાદોમાં જ રહી અને ગઈકાલ સાધારણ સભાથી વધુ ચર્ચાસ્પદ રહી અને ચર્ચાઓમાં આવી…હવે એક વાત એવી પણ છે કે ગટર પ્રોજેકટ સાથે કરોડોની પાણીની પાઇપો અને એલ. ઇ.ડી લાઈટો બાબતે એક અલગથી સભાસદોની બેઠક મળે તેવી શકયતા વચ્ચે અનેક ચર્ચાઓ જાગી છે એક બાબત અહીં એ પણ છે કે કાયદાઓના જાણકારનું માનવું છે કે ગટર પ્રોજેકટમાં તપાસ વિજિલન્સને સોંપવામાં આવે અને જેમની તપાસ તટસ્થ થાય તો જેતે સમય પર સંચાલન કરતા અનેક ના ધોતિયા ઢીલા થઈ શકે છે કોન્ટ્રાકટથી માંડી ને અનેકના પગતળે રેલા આવી શકે છે કર્મચારીથી માંડી ને અનેક સભાસદો મુશ્કેલીમાં મુકાઈ શકે છે બીજી તરફ વિજિલન્સ તપાસ માટે હાલના બે ચાર સભાસદોને બાદ કરતાં તમામ સભાસદો સહમત હોવાની પણ ચર્ચાઓ છે તમામ બાબતો વચ્ચે હવે ગટર પ્રોજેકટની વિજિલન્સ તપાસનો મુદ્દો હાલ સમગ્ર શહેરભર ચર્ચાના ચગડોળે ચડ્યો છે..
IMNG