બંધના એલાનમાં શહેર હિતમાં રાજકીય આગેવાનો એક મંચ પર જોવા મળ્યા, વડલા ચૉકથી રાજકીય પક્ષોના તમામ આગેવાનો એક લાઈનમાં ચાલ્યા અને લોકોને બંધ માટે અપીલ કરી

યાસીન ગુંદીગરા-હરેશ પવાર
સિહોર શહેરના જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવ છ વર્ષ પછી ઓવરફ્લો થયું છે ઘણા લાંબા સમયના તાણા – વાણા પછી કુદરતની અમી દ્રષ્ટિ શહેર પર થઈ છે જેમાં આજે એક આંનદની વાત એ પણ છે કે શહેરના હિત માટે રાજકીય આગેવાનો અને પક્ષો એક મંચ પર આવ્યા છે ગઈકાલે અધિકારી દ્વારા ગૌતમેશ્વર પાળાને ખુલ્લો કરાયા બાદ નગરપાલિકા દ્વારા શહેરના લોકોની લાગણી જ્યાંનમાં રાખી આજે અડધા દિવસ માટે શહેરના ધંધા રોજગાર બંધ રાખવા ગઈકાલ સાંજથી અખબાર યાદી બહાર પાડી હતી અને લોકોને બંધ માટે અપીલ કરી હતી જેમાં કોંગ્રેસ દ્વારા પણ બંધને ટેકો જાહેર કર્યો હતો આજે સવારથી સિહોર નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી સહિત કોંગ્રેસ આગેવાનો વડલા ચોક ખાતે એકઠા થઇ મેઈન બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને પોતાના ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરી હતી લોકોએ શહેરના હિત માટે બંધમા જોડાયા હતા અને વડલા ચોક ખાતે ધરણા પણ યોજાયા હતા ત્યાર બાદ પ્રાંત કચેરી ખાતે જે અધિકારીએ પાળાને ખુલ્લો કરાયો છે તેના સામે આવેદનપત્ર પાઠવી રજુઆત પણ કરી હતી