ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ, લોકોના ટોળા ઉમટી પડ્યા, ઘરના અંગત ઝઘડામાં આવેશમાં આવી પુત્રોની હત્યા કરી, પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે

ભાવનગર વિદ્યાનગરમાં આવેલી નવી પોલીસલાઇનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ સુખદેવભાઇ નાઝાભાઇ શિયાળે બાળકો પોતાના ન હોવાની શંકાએ પોતાના જ ત્રણ પુત્રોની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા નીપજાવતા અરેરાટી વ્યાપી ગઇ છે. ઘટનાને પગલે આઈજી એસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. અંગત ઝઘડાથી આવેશમાં આવી હત્યા કરી
સુખદેવભાઇએ અંગત ઝઘડામાં આવેશમાં આવી પોતાના જ ત્રણ માસુમ પુત્રોની હત્યા કરી છે. ગળુ કાપી હત્યા કરતા મકાનમાં લોહીના ખાબોચીયા ભરાય ગયા હતા. સુખદેવભાઇ પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here