અષાઢનું સાટું શ્રાવણમાં, સિહોરમાં આજે બીજા દિવસે વરસાદી ઝાપટા, પંથકમાં ધોધમાર

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર અને પંથક માટે અષાઢ મહિનો કોરોધાકોડ જેવો રહ્યા હતો. જેનું મેઘરાજાએ શ્રાવણ માસમાં સાટું વાળ્યું હોય, તેમ આજે બીજા દિવસે સિહોર શહેર અને પંથકમાં હાજરી પુરાવી છે લાંબા વિરામ બાદ આજે બીજા દિવસે સિહોર શહેરમાં વરસાદી ઝાપટા સાથે ટાણા, અગીયાળી, બેકડી, ગુંદાળા, થાળા, બોરડી, વાવડી, રાજપરા ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદના વાવડો મળ્યા હતા અને બપોર પછી વરસેલા વરસાદે પાણી કાઢી નાંખે તેવો વરસાદ વરસાવતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here