સિહોરમાં બાબા સાહેબ પ્રતિમાનું અપમાન કરવાની ઘટનામાં ઝડપાયેલ યુવક કોરોના પોઝિટિવ, પોલીસ બેડામાં હડકંપ

હરેશ પવાર
સિહોર નહિ જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવતી બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને અપમાનિત કરતી ઘટનામાં જે શખ્સની સંડોવણી ખુલ્લી છે ઘટનામાં જે યુવક પોલીસને હાથ લાગ્યો છે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે ઝડપાયેલ યુવક કેટલા પોલીસ કર્મીઓના સંપર્ક આવ્યો તે વિષય તપાસનો છે હાલ યુવકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.

સિહોરમાં આંબેડકર ચોક ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાનું અપમાન કરી મુખને ડોલ વડે ઢાંકીને દારૂની બોટલ મૂકી દીધી હતી તા:૧૩ ના રોજ બનેલી ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી દલિત સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી બનાવના મૂળ સુધી પોહચવા અનેક ટિમો કામે લાગી હતી કોલ ડિટેયલ સહિત બાબતોમાં ઝીણવટભરી તપાસ આદરી હતી ઘટના બાદ આટલા દિવસો સુધી કેટલાક શકમંદ લોકોની પૂછપરછ પણ કરી હતી.

પરંતુ મહત્વની કડી મળતી ન હતી ત્યારે ગઈકાલનો દિવસ પોલીસ માટે સફળતાનો રહ્યો હતો ચકચારી બનાવના મૂળ સુધી પોહચવામાં મોટી સફળતા મળી હતી ત્યારે આજના દિવસે ઝડપાયેલા શખ્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે ખળભળાટ મચ્યો છે આરોગ્ય ટિમ દ્વારા સિહોર પોલીસ સ્ટેશન ખાતે સેનેટાઇઝર સહિતની કામગીરી કરી હતી ઝડપાયેલ શખ્સના ઘરે કોરોન્ટાઇન અને કન્ટેન્ટમેન્ટ કામગીરી કરવામાં આવી હતી યુવકના રિપોર્ટ કોરોના પોઝિટિવને લઈ પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here