સમાજ વિકાસમાં શિક્ષણનું યોગદાન અમૂલ્ય છે ; સમાજમાં શ્રેષ્ઠત્મ ગુરૂઓ દ્વારા રાષ્ટ્રના ભવિષ્ય નિર્માણનું સૂચારૂ કામ થઇ રહ્યું છે : અશ્વિનભાઈ – સિહોરની એલડીમુની હાઈસ્કૂલ ખાતે અશ્વિનભાઈ ગોરડીયા, ભરતભાઇ મલુકા, પીઆઇ ગોહિલ, મિલન કુવાડિયા, ઉમેશ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને સન્માનિત કાર્યક્રમ યોજાય ગયો.

A drawing competition was organized at Eldimuni School, Sihore
સિહોરના એલડિમુની સ્કૂલ ખાતે અશ્વિનભાઈ ગોરડીયા જણાવ્યું છે કે, શિક્ષણના યજ્ઞ થકી સમાજસેવાનું શ્રેષ્ઠત્તમ કાર્ય થઈ રહ્યું છે આપણા સૌની ફરજ છે સર્વશ્રેષ્ઠ વિકાસ માટે શિક્ષણક્ષેત્રે નવીન પ્રયોગ કરી સર્વશ્રેષ્ઠ શિક્ષણ માટે પ્રયાસ શરૂ કર્યા છે. નવતર અભિગમ થકી ઉચ્ચ ગુણવત્તયુક્ત શિક્ષણ આપવાનું આયોજન થઈ રહ્યું છે દરેક વિધાર્થી ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ બને તે માટેના અમારા સતત પ્રયાસો રહ્યા છે સિહોર એલડીમુનિ હાઈસ્કૂલ ખાતે શતાબ્દી મહોત્સવ સારસ્વતેયમ્ અને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ કલરવ ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું.

A drawing competition was organized at Eldimuni School, Sihore

જેમાં ૧૧૫૨ જેટલા બાળકોનું રજીસ્ટ્રેશન થયું હતું ૯૦૯ વિદ્યાર્થી બાળકોએ ચિત્ર દોરી પોતાની કલાના ઓજસ પાથર્યા હતા અહીં દરેક વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્રો એનાયત કરી વિદ્યાર્થીઓને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા કાર્યક્રમના સમાપન અને ઇનામ વિતરણ પ્રસંગે અશ્વિનભાઈ ગોરડીયા, ભરતભાઇ મલુકા, કે.ડી.ગોહિલ, મિલન કુવાડિયા ઉમેશ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અહીં કાર્યક્રમ સફળ બનાવવા શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.