સફીન હસનની હાજરીમાં એસ એમ રોયલા સ્કૂલ ભુંભલી ખાતે ઓનલાઈન E-FIR અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો. ભુંભલી ખાતે આવેલ રોયલા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને એ E-FIR એપ્લિકેશન વિશેની ઉપયોગી જાણકારી આપી વિદ્યાર્થીઓને સફળ કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન પણ આપ્યું હતું.

A guidance seminar on online E-FIR was held at SM Royla School Bhumbali

ભાવનગરના એ.એસ.પી.સફીન હસને એસ એમ રોયલા સ્કૂલ ભુંભલી ખાતે વિદ્યાર્થીઓને E-FIR એપ્લિકેશન વિશેની ઉપયોગી જાણકારી આપી હતી. પોલીસ તંત્ર દ્વારા પોલીસ સ્ટેશન ગયાં વગર ઓનલાઇન રીતે એપ્લિકેશન કરી શકાય તે માટે આ એપ્લિકેશન વિકસીત કરી છે. તેનો કઇ રીતે ઉપયોગ કરી શકાય અને તેનાથી થનાર ફાયદા વિશેની સમજણ સફિન હસને આપી હતી. તેને સ્કૂલના વિદ્યાર્થીઓએ આ વિગતો રસપૂર્વક સાંભળી હતી. તેમણે સ્કૂલના વિદ્યાર્થીઓને કેવી રીતે કારકિર્દીમાં નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરી શકે તે માટે કેવી રીતે આયોજન કરવું જોઇએ અને કઇ રીતે તે મેળવવાં પ્રયત્ન કરવાં જોઇએ તે વિશેનું ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં હરદીપભાઈ રોયલા વનરાજસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહી વિધાર્થી બાળકોને માર્ગદર્શન આપ્યું હતું