નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમની ઉપસ્થિતિમાં સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી, પદાધિકારી- અધિકારીઓ સાથે બેઠકનું આયોજન, સોમવારે 11 વાગ્યે બેઠક યોજાશે, હર ઘર તિરંગા” અંતર્ગત સતત ત્રણ દિવસ રાષ્ટ્રધ્વજ આકાશમાં દેશની આન, બાન અને શાન સાથે ફરકશે

પ્રત્યેક નાગરિકના મનમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન ભાવ ઉજાગર થાય તેવા શુભ આશયથી દેશભરમાં આગામી તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થનાર છે ત્યારે સતત ત્રણ દિવસ સુધી રાષ્ટ્રધ્વજ આકાશમાં દેશની આન, બાન અને શાન સાથે ફરકતો રહેશે. રાજ્યમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત ૧ કરોડથી વધુ ઘરો ઉપર રાષ્ટ્રધ્વજ- તિરંગો લહેરાવવાના નિર્ધાર સાથે વ્યાપક આયોજન થઇ રહ્યું છે. ત્યારે સિહોરમાં આ ત્રિ-દિવસીય કાર્યક્રમ “હર ઘર તિરંગા”ના સુદ્રઢ આયોજન માટે સિહોર નગરપાલિકા ખાતે સોમવારે સવારે 11 વાગે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમની ઉપસ્થિતિમાં સામાજિક અગ્રણીઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ તેમજ વિવિધ પદાધિકારી અધિકારીઓ સાથે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની આન, બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજ પ્રત્યે દરેક નાગરિકના મનમાં રહેલો સન્માન ભાવ ઉજાગર થાય તેવા શુભ આશયથી હર ઘર તિરંગા કાર્યક્રમ તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન કરવાનું આહવાન કર્યું છે. દરેક ઘર સુધી રાષ્ટ્રધ્વજ પહોંચે તે માટે રાજ્ય સરકારે સુપેરે આયોજન કર્યું છે.

a-meeting-will-be-held-at-sihore-municipality-on-monday-for-proper-planning-of-har-ghar-tiranga

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત નાગરિકો રાષ્ટ્રધ્વજની ખરીદી કરી તેમના ઘર ઉપર ફરકાવે તે માટે રાજ્યભરમાં જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ દ્વારા જનજાગૃતિ અભિયાન ભાગરૂપે આ બેઠક આયોજિત કરાઈ છે વિક્રમભાઈ નકુમ આ બેઠકમાં પદાધિકારી સૌ આગેવાનો સામાજિક સંસ્થાઓને માટે જરૂરી માર્ગદર્શન આપશે શહેરના તમામ ઘરો, દુકાનો, ઔદ્યોગિક સ્થળો, વેપારી ગૃહો, સરકારી- ખાનગી કચેરીઓ, ઓફિસો, શાળા-કોલેજ, આંગણવાડીઓ, સહકારી સંસ્થાઓ સહિત તમામ સાર્વજનિક સ્થળો પર તા.૧૩ ઓગસ્ટના રોજ સવારે તિરંગો ફરકાવવામાં આવશે. જે તા.૧૫ ઓગસ્ટે સાંજે માનભેર ઉતારવામાં આવશે. રાષ્ટ્રધ્વજનું અપમાન થાય નહિ તેની ખાસ તકેદારી સ્વરૂપે કોઈપણ વ્યક્તિ પ્લાસ્ટીક કે કાગળના તિરંગા ફરકાવે નહી, ખાદી અથવા કાપડના જ તિરંગા ફરજિયાત ફરકાવવામાં આવે તે અંગે વિશેષ કાળજી રાખવામાં આવશે. ઘર, દુકાન, ઓફિસ અને તમામ સરકારી તથા ખાનગી સંકુલોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે.