પોલીસથી ગભરાવાની જરૂર નથી, પોલીસ પ્રજાનો મિત્ર છે, રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલ e-FIRના માધ્યમથી શહેરના નાગરિકોને પોલીસ વિભાગની વધુ સારી વ્યવસ્થાનો લાભ મળશે ; પીઆઇ ગોહિલ – સિહોર ગર્લ્સ સ્કૂલ ખાતે પીઆઇ ગોહિલ, મિલન કુવાડિયા, અને સ્ટાફની હાજરી E-FIR એપ અંગેનો સેમિનાર અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન.
સિહોર સ્થિત જે જે મહેતા ગર્લ્સ સ્કૂલ ખાતે શહેર પોલીસના અધિકારી પીઆઇ ગોહિલના અધ્યક્ષ સ્થાને e-FIR એપ અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉપસ્થિત રહીને e fir અંગેની તલસ્પર્શી માહિતી મેળવી પોલીસ અધિકારી સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. ઘણા સમયથી મોબાઇલ ચોરીની વ્યાપક બૂમરાણ ઉઠવા પામી છે. ઘણા કિસ્સામાં પોલીસ સ્ટેશન જવાની માથાકૂટમાં પડ્યા વિના ઘણાખરા લોકો પોલીસ ફરિયાદ કરવાનું માંડી વાળે છે. ત્યારે મોબાઇલ વાહન ચોરીની ફરિયાદો લેવામાં પોલીસની કામગીરી પણ વધી જતી હતી. આવી અનેક સમસ્યાના નિરાકરણ અર્થે સરકાર દ્વારા તાજેતરમાં E Fir એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.
જેનો લાભ વધુમાં વધુ લોકો લઈ શકે તે માટે પોલીસ દ્વારા જન જાગૃતિનાં સેમિનાર યોજવામાં આવી રહ્યા છે જે અનુસંધાને આજે સિહોરની નામાંકિત શિક્ષણિક સંસ્થા જે જે મહેતા ગર્લ્સ સ્કૂલ ખાતે ઈ એફઆઇઆર સેમિનાર યોજવામાં આવ્યો હતો પોલીસ અધિકારીનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલા સેમિનાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી ત્યારે પીઆઇ કે ડી ગોહિલે ઈ-એફ.આઈ.આર અંગે કહ્યું હતું કે, હવે તમારૂ વાહનચોરી કે મોબાઈલ ચોરી થાય તો એફઆઈઆર કરવા માટે તમારે પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી.
ગુજરાત પોલીસની સિટીઝન પોર્ટલ, સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપથી ગમે ત્યાંથી તમે ઓનલાઈન ફરિયાદ આંગળીનાં ટેરવે નોંધાવી શકો છો. શહેર કે તાલુકાના લોકોને વધુને વધુ સરળતાવાળી સગવડો મળે તે માટે પોલીસ વિભાગ તત્પર છે અને લોકોએ પણ પોલીસથી ગભરાવાની જરૂર નથી ઈએફઆઈઆર થકી સામાન્ય નાગરીકો ઘરબેઠા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે. જેથી પોલીસથી ગભરાવાની જરૂર નથી, પોલીસ પ્રજાનો મિત્ર છે. ત્યારે વિદ્યાર્થીઓએ પણ પોલીસ સાથે સીધો વાર્તાલાપ કરીને એપ્લિકેશન સંદર્ભે તલસ્પર્શી માહિતી મેળવી હતી. આ પ્રસંગે પોલીસ સ્ટાફની સાથે શંખનાદ સમાચાર અને જિલ્લા પત્રકાર એકતા સંઘના પ્રમુખ મિલન કુવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા