સૌરાષ્ટ્રભરમાં ફેલાયેલા સેવકો બાપુના નિધનથી શોકાતુર, સંતો-મહંતો અને મોટી સંખ્યામાં સેવકો અંતિમ દર્શન માટે ઉપસ્થિત રહ્યા, સૌ કોઈની આખો ભીંની, બાપુને ભારે હૈયે વિદાઇ આપી હતી.

A suspected case of monkeypox was reported in Jamnagar's GG Hospital
સિહોરના મઢડા સ્થિત નવદુર્ગા આશ્રમના ભગવતી બાપુ ગત રાત્રીએ દેવલોક પામ્યા છે. તેઓ હવે નથી રહ્યાના સમાચાર મળતાં જ ભક્તો શોકમાં સરી પડ્યા છે. સિહોરના મઢડા સ્થિત આશ્રમના ભગવતીબાપુએ ગતરાત્રીના દેહ ત્યજ્યો હતો. આ સમાચારથી તમામ શ્રદ્ધાળુઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમના દર્શન માટે મોડીરાત્રિથી જ મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા.

A suspected case of monkeypox was reported in Jamnagar's GG Hospital

તેમના પાર્થિવ દેહનો આજે સવારે મંદિરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ભગવતીબાપુ ગતરાત્રીના દેવલોક પામતા સાધુ-સંતો અને સેવકગણમાં વાયુવેગે સમાચાર પહોંચતા પુજ્ય ભગવતીબાપુના છેલ્લા દર્શન સંતો-મહંતો અને માનવ મહેરામણ હજારોની સંખ્યામાં ઉમટી પડ્યું હતું તેમની પાલખી યાત્રા ફેરવી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા પૂજ્ય બાપુએ દેહ છોડ્યાનાં દુ:ખદ સમાચાર થી સમગ્ર સૌરાષ્ટ્રમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે બાપુના અંતિમ દર્શન માટે ઉપસ્થિત સંતો-મહંતો અને મોટી સંખ્યામાં સેવકોએ ભીની આંખે અને ભારે હૈયે બાપુને વિદાય આપી હતી