ક્વિઝ કોમ્પિટિશન આપણી ભાવી પેઢીને જાણકાર, માહિતીસભર અને જ્ઞાની બનાવી વિશ્વ સાથે સ્પર્ધા માટે તૈયાર કરવાનું દૂરંદેશી પગલું રાજેશભાઇ સાંગાના સંચાલન હેઠળ ચાલતી ઉંડવીની રાજહંસ સ્કૂલ કરી રહી છે દરેક પ્રશ્નોના જવાબ ગુગલમાંથી જાણી લેતી આજની પેઢીને સ્મૃતિ આધારિત જવાબો આપવાની અને મનન ચિંતન કરવાની ફરજ પાડવી જરૂરી બન્યું છે અને તેવું જ કંઈક સિહોરની નજીક આવેલ ઉંડવીની રાજહંસ સ્કૂલ કરી રહી છે શિક્ષણની જ્યોતને જ્યોતને જલાવી આસપાસના વિસ્તારો માટે શિક્ષણ ધામ બનેલી રાજહંસ સ્કૂલ ખાતે ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરાયું હતું કૌન બનેગા શતક-પતિનામનો એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રામાયણ, મહાભારત , ભગવતગીતા અને જનરલ નૉલેજના આધારે બાળકોને ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ હતી ધો ૧ થી ૧૨ ના વિધાર્થીઓએ કોમ્પિટિશન ભાગ લીધો હતો બાળકને સ્ટેજન જાહેરમાં બોલવા માટેનો ડર દૂર થાય તેવો અદભૂત પ્રયત્ન શાળા દ્વારા કરવામાં આવ્યો અને જે સફળ પણ થયો