વિચારો જો પાણીની અંદર એક આખું શહેર વસાવી દેવામાં આવે તો? ત્યાં રહેવા માટે લક્ઝરી ફ્લેટ હોય, ફરવા માટે અને શોપિંગ કરવા માટે મોલ હોય, બીઝનેસ કરવા માટે ઓફીસ હોય અને દરેક ટ્રાન્સપોર્ટ સુવિધા હોય. જ્યાં સુરજની રોશની પણ મળી રહે અને ઓક્સીજનની ખામી પણ ન હોય. સાથે જ હેલ્થી ફૂડ પણ મળી રહે. સાથે જ ધરતી પર ફરવા જવું હોય તો થોડી જ મીનીટોમાં ત્યાં પણ પંહોચી શકો. એવી જ એક અન્ડરવોટર સીટીના કોન્સેપ્ટ વિશે વિચારણા ચાલી રહી છે.

A whole city under the sea! Seeing the facilities, eyes will be wide

જાપાનની એક મલ્ટીનેશનલ કન્ટ્રકશન અને આર્કિટેક્ચર કંપનીએ આવો કોન્સેપ્ટ સામે રાખ્યો છે. જ્યાં પાણી અંદર લોકો માટે ઘર અને મોલ સહીત બધી જ સુવિધા મળી રહે. એમનું કહેવું છે કે ધરતી પર 71 ટકા પાણી છે અને જ્યાં ધરતી છે ત્યાં લોકો રહેવા લાગ્યા છે. એમાં હવે વસ્તી વધારા સાથે રહેવાસની જગ્યામાં પણ વધારો કરવો પડશે. એટલા માટે એ લોકો દરિયાના ઊંડા પાણીમાં લોકોની રહેવાસની યોજના બનાવી રહ્યા છે. જાપાનની Shimizu Corporation કંપની આ કોન્સેપ્ટ પર વિચારણા કરી રહી છે. જ્યાં લોકો પાણીની અંદર નોર્મલ લાઈફ જીવી શકે.

A whole city under the sea! Seeing the facilities, eyes will be wide

એમના આ પ્રોજેક્ટનું નામ છે Ocean Spiral. જ્યાં દરિયાની નીચે એક શહેર વિકસાવવાનો પ્લાન અને ત્યાં રહેતા લોકોને નોર્મલ લાઇફમાં મળતી દરેક સુવિધા મળી રહે એ વાત પર વિચારણા ચાલી રહી છે. અ સાથે જ કંપનીએ તેના આ પ્રોજેક્ટની બ્લુ પ્રિન્ટ અને પ્લાનની તસ્વીરો પણ બહાર પાડી છે. જેમાં એમને બતાવ્યું છે કે પાણીની અંદર લોકોનું જીવન કેવું હશે.

A whole city under the sea! Seeing the facilities, eyes will be wide

આ અન્ડરવોટર સીટીમાં ત્રણ ઝોન રહેશે. જેમાં બેસ ઝોનમાં લોકોનો રહેણાંક વિસ્તાર અને બીજી બધી સુવિધા મળી રહેશે. તેની થોડે નીચે કમર્શિયલ કારભાર અને હોટલ વગેરે રહેશે અને તેની ૧૫ કિલોમીટર નીચે એક માર્ગ બનાવવામાં આવશે જ્યાં ફેક્ટરી અને લેબ સહીત દરેક ગતિવિધિ થશે અને સાથે જ ખાવા-પીવાની દરેક વસ્તુનું પ્રોડક્શન પણ થશે. આ આખા પ્રોજેક્ટને આત્મનિર્ભર બનાવવાનો પ્લાન છે. સાથે જ શરૂઆતમાં 5000 લોકો રહી શકે એવી રીતે તેનું નિર્માણ કરવામાં આવશે.

જાપાનની Shimizu Corporation કંપની સાથે આ પ્રોજેક્ટમાં ટોક્યો યુનીવર્સીટીના એક્સપર્ટ, જાપાન સરકાર મંત્રાલય અને ઉર્જાથી જોડાયેલ કંપનીઓ જોડાઈ છે. કંપની 2014થી આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે તૈયારીઓમાં લાગી ગઈ હતી અને તેને પૂરું થવામાં લગભગ 1534 અરબ રૂપિયા જોઇશે એવું કહેવામાં આવી રહ્યું છે. સાથે જ વર્ષ 2035 સુધી આ પ્રોજેક્ટ પૂર્ણ થઇ જશે એમ પણ વાત થઇ રહી હતી.