ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે સિહોરમાં યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો, મરજીહોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બોર્ડના અધ્યક્ષ આચાર્ય શીશપાલજી, નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ, ભરતસિંહ ગોહિલ, અશ્વિનભાઈ ગોરડીયા, પી કે મોરડીયા, જીવરાજભાઈ સુતરિયા સહિતનાની ઉપસ્થિતિમાં કાર્યક્ર્મ યોજાયો હતો.

A yoga dialogue program was held in Sihore under the initiative of Gujarat State Yoga Board
સદીઓથી યુગો યુગોથી મનુષ્યમાત્રના સર્વાંગી કલ્યાણ માટે ભારતના ઋષિમુનિઓ અને ઈશ્વરીય અવતારોએ પ્રબોધેલ યોગ હવે વિશ્વભરમાં તેના તન,મનને થતા અગણિત લાભોથી અને દવા વગર રોગપ્રતિકાર શક્તિમાં વધારાથી પ્રચલિત થયો છે. ઈ.સ.૨૦૧૫થી ઉજવાતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર વિશ્વ રાષ્ટ્રની સાથે રાજ્ય અને સૌરાષ્ટ્રમાં ઓન ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાય છે તેવું બોર્ડના અધ્યક્ષ આચાર્ય શીશપાલજીએ જણાવ્યું હતું આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે સિહોરના મરજીહોલ ખાતે યોગ સંવાદ કાર્યક્રમ યોજાઇ ગયો. રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ આચાર્ય શીશપાલજીએ, યોગનું જ્ઞાન, અભ્યાસ અને યોગમય જીવન અપનાવીને નિરોગી જીવન જીવવા તેમજ નિયમના પાલન સાથે યૌગિક ક્રિયાઓ, આસન, પ્રાણાયામ લાંબા સમય સુધી, શ્રધ્ધાથી નિયમિત કરવામાં  આવે તો અકલ્પનીય લાભો આપે છે તેવું જણાવ્યું હતું.

A yoga dialogue program was held in Sihore under the initiative of Gujarat State Yoga Board

અહીં વિશેષ ઉપસ્થિત રહેલ વિક્રમભાઈ નકુમે કહ્યું હતું કે, આપણી સંસ્કૃતિ સાથે યોગ અભિન્ન રીતે જોડાયેલો છે અને કોવિડના સમયમાં ઘણાં લોકો યોગને અપનાવીને રોગ દૂર કરવા પ્રેરાયા છે. યોગથી શરીરના રોગનું નિદાન, ઉત્તમ જીવનશૈલી, શારીરિક માનસિક સ્વાસ્થ્ય, આધ્યાત્મિક સુખ, જીવનમાં સફળતા અને શાંતિ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. અહીં કાર્યક્રમમાં બોર્ડના અધ્યક્ષ આચાર્ય શીશપાલજી, નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ, ભરતસિંહ ગોહિલ, અશ્વિનભાઈ ગોરડીયા, પી કે મોરડીયા સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા