ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી વિવિધ કાર્યક્રમો થકી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જીવનજરૂરિયાતની વસ્તુઓ ઉપર GST લગાવવામાં આવ્યો હતો, ત્યારે બે દિવસ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે આ વર્ષથી હવે ગરબાના પાસમાં પણ GST વસૂલવામાં આવશે. આ મુદ્દે પણ હવે ભાવનગર AAP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ જોડાયા હતા.

AAP leaders protested by playing Garba! Protest against 18 percent GST on Garbana Pass

વિરોધ પ્રદર્શન પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “ભાજપ સરકાર દ્વારા ગુજરાતની પરંપરા અને લોકોની આસ્થા એટલે કે ગરબા રમવાના પાસ પર જે 18% GST લગાવવામાં આવ્યો છે તે ગુજરાતની સંસ્કૃતિનું અપમાન છે. એટલે 18% GST હટાવવા માટે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કર્યું છે. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં AAP નેતાઓ અને કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે પોલીસ દ્વારા રાબેતા મુજબ વિરોધ પ્રદર્શનને ડામી દેવામાં આવ્યું હતું અને પ્રદર્શન કરી રહેલા નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી.