પાંચ માસ દરમિયાન ત્રીજી વખત નવા રોડના કામમાં ફરિયાદ, ગુરૂવારના વરસાદે ભષ્ટાચારને ખુલ્લો પાડી દીધો ; પ્રમુખ આજે બપોરના સમયે લીધેલી સ્થળ મુલાકાતમાં ફરી રોડને બનાવી આપવાના આદેશ, કોન્ટ્રાકટર દ્વારા તત્કાલ સમારકામ શરૂ

after-corruption-in-navarod-near-wadlachowk-sihore-the-president-orders-to-rebuild-the-road

સિહોરના વડલાચોક થી ભીલવાડા સુધીમાં બનેલા નવા આરસીસી રોડને ક્યાં મુર્હતમાં મંજુર કરાયો છે તે ઈશ્વર જાણે પણ હકીકત એ છે કે આ રોડ અને વિવાદ બન્ને એક સિક્કાની બાજુ રહ્યા છે બનવાની શરૂઆતથી આ રોડનો વિવાદ કેડો મુકતું નથી રોડ બન્યા પછી થોડા જ સમયમાં એક તરફની બાજુ રોડનું નામોનિશાન રહ્યું ન હતું જે મુદ્દે વિપક્ષે કાગારોળ મચાવી હતી જે મામલે વિપક્ષે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા ત્યારે પણ પ્રજાભીમુખ નગરપાલિકા પ્રમુખે આ બાબતે ગંભીર નોંધ લઈ કોન્ટ્રાકટરને સ્થળે બોલાવી તેમના કામોમાં થયેલ ગેરરીતિનું નિરીક્ષણ કરી ગંભીર પ્રકારે ઝાટકણી કાઢી રોડને ફરી બનાવી આપવા આદેશ કર્યા હતા.

after-corruption-in-navarod-near-wadlachowk-sihore-the-president-orders-to-rebuild-the-road

જોકે કોન્ટ્રાકટરે રોડને બે કે ત્રણ દિવસમાં ફરી બનાવી પણ આપ્યો હતો પરંતુ ગુરુવારે પડેલા ભારે વરસાદને કારણે ફરી નબળી કામગીરીની પોલ ખુલ્લી ગઈ હતી અને પટેલ મેડિકલ નજીક આરસીસી રોડમાં મસમોટા પોપડા નીકળી પડ્યા હતા જેની ગંભીર નોંધ ફરી નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈએ લીધી છે આજે ફરી વિક્રમભાઈ નકુમે કોન્ટ્રાકટરે સ્થળે હાજર થવાના આદેશ બાદ બપોર પછી સ્થળની વિઝીટ કરી રોડને ફરી સમારકામ કરી હતો એજ સ્થિતિમાં કરી આપવા આદેશ કરતા કોન્ટ્રાકટર દ્વારા તાત્કાલિક રોડનું કામ શરૂ કરતા સ્થાનીક પ્રજાની હાલાકી ઓછી થઈ છે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ પ્રત્યે લોકોએ આભારની લાગણી વ્યક્તિ કરી હતી