પૂર્વી યુક્રેનમાં સૈનિકો મોકલવા પુટીનનો આદેશઃ અમેરિકાની ધમકી બેઅસરઃ અમેરિકાની હૈયાવરાળ…યુક્રેનીઓની કત્‍લેઆમની તૈયારી કરે છે રૂસ : પૂર્વી યુક્રેનના બે પ્રાંતને પુટીને અલગ દેશ જાહેર કરતા વિવાદ વધ્‍યોઃ અમેરિકા-ફ્રાંસ-બ્રિટન લાલઘૂમઃ યુનોની બેઠક ચાલુઃ ભારતે સંયમની અપીલ કરી

શંખનાદ કાર્યાલય
રૂસ અને યુક્રેન વચ્‍ચે ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. રૂસના રાષ્‍ટ્રપતિ પુટીને પુર્વી યુક્રેનના ડોનેત્‍સક અને લુગંસ્‍કને અલગ દેશની માન્‍યતા આપ્‍યા બાદ વિવાદ વધુ ઘેરો બન્‍યો છે અને આ દરમિયાન રાષ્‍ટ્રપતિ પુટીને યુક્રેનમાં વધુ સૈનિકો મોકલતા લોહીયાળ જંગના એંધાણ મળી રહયા છે. હાલ અમેરીકા અને બ્રિટને રૂસ ઉપર પ્રતિબંધો મુકવાની તૈયારી શરૂ કરી છે તો બીજી તરફ યુનોમાં પણ તાકીદની બેઠક શરૂ થઇ છે.

ભારતે સંયમની વાત જણાવી છે.યુક્રેનના બે ક્ષેત્રોને અલગ દેશ તરીકે માન્‍યતા આપ્‍યા બાદ પુટીને રૂસી સેનાને એ બે વિસ્‍તારોમાં સૈનિકો મોકલવાનો આદેશ આપતા વિવાદ વધુ ઘેરો થયો છે. એ વિસ્‍તારમાં યુક્રેન વિરોધી અને રૂસી સમર્થક મોજુદ છે. રૂસ ઉપર અમેરીકાની ધમકીની કોઇ અસર થઇ નથી અને પુટીન પોતાની રીતે આગળ વધી રહેતા હોય અમેરીકા, બ્રિટન અને ફ્રાંસ લાલઘુમ બની ગયા છે. અમેરીકા સહિત અનેક દેશોએ હવે ઘાતક હુમલાની આશંકા વ્‍યકત કરી છે અને અમેરીકાએ કહયું છે.

રૂસે યુક્રેનીઓની કત્‍લેઆમ કરવાનું મન બનાવ્‍યું છે.યુક્રેનના રાષ્‍ટ્રપતિ જેલસ્‍કીએ જણાવ્‍યું છે કે, રૂસની કાર્યવાહી અમારી અખંડીતતાનું ઉલ્લંઘન કરે છે. તેમણે જણાવ્‍યું છે કે, અમે કોઇથી ડરતા નથી અમે કોઇને કશું નહી આપીએ. સીએનએનના એક રીપોર્ટ અનુસાર રૂસનું વધુ સૈનિકો મોકલવાનું પગલુ હુમલાની તૈયારી કહી શકાય.

રૂસે જે રીતે યુક્રેનના બે દેશોને અલગ દેશ જાહેર કરતા યુનો ખળભળી ઉઠયું છે અને તેણે એક તાકીદની બેઠક બોલાવી છે. દરમિયાન પヘમિી દેશોએ દાવો કર્યો છે કે રૂસી સેના લડાકુ જેટ, ટેંન્‍ક, હેલીકોપ્‍ટર અને ભારે ખમ શષાો સાથે યુક્રેનની સરહદે થોડાક જ કિલોમીટરે તૈનાત છે.દરમિયાન દુનિયાભરના દેશો રૂસ વિરૂધ્‍ધ પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહયા છે. અમેરીકા અને ફ્રાંસે રૂસના પગલાનો વિરોધ કર્યો છે.