દરેક મૃતક પશુ દીઠ પચાસ હજાર ચૂકવવા તથા પાંજરાપોળોને ચડત રકમનું તાત્કાલિક ચુકવણું કરવા માલધારી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત લવતુકાની ઉચ્સ્તરે રજુઆત કરાઇ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાયો તથા ગૌવંશમાં ફેલાઈ રહેલ લંમ્પી રોગને કાબૂમાં લઈ ગાયોનું મૃત્યુ અટકે તે માટે યોગ્ય સારવાર આપવા, ઝડપી રસીકરણ કરવા, મૃતકપશુદીઠ ગોપાલકોને રૂપિયા ૫૦,૦૦૦ ની સહાય ચૂકવવા માંગ સાથે ગુજરાત કોંગ્રેસ માલધારી સેલના પ્રદેશ પ્રમુખ અમિત લવતુકાએ રજુઆત કરી છે.
અમિત લવતુકાએ જણાવ્યું હતું કે ભારત દેશમાં જેને ગૌમાતા તરીકે ઉપમા આપી અને પૂજનીય મનાય છે તેવી ગાયમાતા તથા ગૌવંશમાં ફેલાયેલ લમ્પી રોગચાળાના ભોગે કચ્છમાં હજારો ગાયો મૃત્યુ પામી છે હાલમાં આ લમ્પી વાયરસ દિન- પ્રતિદિન વધુ સંક્રમણ ફેલાવી રહેલ છે જેથી વધુમાં વધુ ગાયો તથા ગૌવંશને મોતના મુખમાં ધકેલી રહેલ છે ત્યારે ગૌવંશ તથા ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે તે બાબત સૂચવે છે કે સત્તાધારી ભાજપ પક્ષનું પશુ આરોગ્ય માળખું સદંતર નિષ્ફળ નિવડ્યું છે વધુ પશુઓના મૃત્યુ થાય તે પહેલા જીવદયા ના ધોરણે ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવે નહિતર કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં ગોપાલકોને સાથે રાખી લડત કાર્યક્રમ ની ચીમકી ઉચ્ચારી હતી.
તેઓએ વધુમાં જણાવાયું છે કે, ગુજરાતમાં પશુધનમાં લમ્પી વાયરસનો રોગ મોટા પ્રમાણમાં ફેલાયો છે. આ પશુઓના મૃત્યુ થવાથી અનેક પશુપાલક પરિવારોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેવા સંજોગોમાં આ રોગ સામે રક્ષણ આપવા માટે જરૂરી સારવાર આપી તથા જે પશુપાલકના પશુઓ આ રોગથી મૃત્યુ પામ્યા હોય તેવા પશુપાલકોને સત્વરે વળતર મળે તેવો નિર્ણય સરકારે લેવો જોઈએ. તેવી માંગ સાથે ઉચ્સ્તરે રજુઆત કરી છે