અમરેલી ખાતે જિલ્લા કોંગ્રેસના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત સંયોજકોની તાલીમનું આયોજન, જયરાજસિંહે તાલીમ આપી

હરિશ પવાર
આગામી ૨૦૨૨ વિધાનસભા ચૂંટણી અનુલક્ષીને કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અનુસંધાને પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ આજે અમરેલી ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત સંયોજકોને તાલીમ બેથક યોજાઈ હતી જેમાં સિહોરના અગ્રણી જયરાજસિંહ મોરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જયરાજસિંહ મોરી દ્વારા બુથ મેનેજમેન્ટ, જનમિત્ર નિમણુંક તથા પેજ પ્રભારીની નિમણુંક અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું થતા ભગિરથસિંહ ગોહિલ દ્વારા ડિજિટલ મેમ્બરશિપ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પ્રમુખ ડી.કે.રૈયાણી, જેનીબેન ઠુમ્મર સહિત જિલ્લાના તમામ તાલુકા, શહેર પ્રમુખો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.