આ વર્ષે કેળાનો વેપાર એટલે ખોટનો ધંધો

લ્‍યો બોલો… લોકો પરવડે એ કેળા પણ મોંઘાદાટ : સિહોરની બજારોમાં ૬૦/૭૦ રૂપિયે ડઝન થઇ ગયા

મોંઘવારી ક્‍યાં જઇ અટકશે.? વેપારીઓની પણ માઠી દશા બેઠી છે, સામાન્ય રીતે ૮/૯ રૂપિયે કિલો મળતા કેળા ૧૯/૨૦ રૂપિયે કિલો મળવા પણ મુશ્કેલ બન્યા, વેપારીઓને બજારમાં ટકવું મુશ્કેલ

Bananas are expensive! 60/70 per dozen in the markets of Sihore
પવિત્ર શ્રાવણ મહિનામાં કેળાનું મહત્‍વ વધી જતું હોય છે. ભાવિકો દ્વારા તે ભગવાનને ધરાવવામાં આવે છે એટલું જ નહિ જે લોકો ઉપવાસ – એકટાણા કરે છે તેઓ પણ ફળાહારમાં કેળાનું સેવન તો ચોક્કસ કરે છે પણ આ વખતે કેળાના ભાવ સાતમા આસમાને પહોંચી જતાં ભાવિકો – શ્રધ્‍ધાળુઓના ગજવા ખાલી થઇ રહ્યા છે. શાકમાર્કેટમાં ૧ ડઝન કેળા જે પહેલા ૩૦ કે ૪૦ના મળતા હતા તેના સીધા ૬૦/૭૦ થઇ જતાં લોકોને ખરીદીમાં કાપ મૂકવો પડે. તેવા દિવસો આવ્‍યા છે. કેળા મોંઘાદાટ થવાનું કારણ ઓછું ઉત્‍પાદન હોવાનું બ્‍હાનું આગળ ધરવામાં આવે છે.

Bananas are expensive! 60/70 per dozen in the markets of Sihore

એટલું જ નહિ તેની જબરી નિકાસ થઇ રહી છે જેના કારણે ઘરઆંગણે તેની અછત વર્તાતા ભાવ વધ્‍યાનું વેપારીઓ જણાવી રહ્યા છે. બીજી બાજુ વેપારીઓની પણ માઠી દશા બેઠી છે વેપારીઓને માર્કેટમાં ટકવું મુશ્કેલ બન્યું છે સામાન્ય રીતે કાચો માલ ૮/૯ રૂપિયે કિલો મળતા કેળા ૧૯/૨૦ રૂપિયે કિલો પણ મળવા મુશ્કેલ બન્યા છે જેથી વ્યાપારીઓ પણ ચિંતામગ્ન બની મૂંઝવણ અનુભવી રહ્યા છે કારણકે આ વર્ષે કેળાનો વેપાર ખોટનો ધંધો બની રહી ચુક્યો છે