સિહોર સહીત પંથકમાં આજથી પવિત્ર શ્રાવણ મહિનાના પ્રારંભે વહેલી સવારથી શિવાલયોમાં ભાવીકોની ભીડ જામી છે અને  આખા મહિના દરમિયાન અનેક વિશેષ કાર્યક્રમો યોજાશે. દેવાધિદેવ ભોળાનાથ મહાદેવના પવિત્ર શ્રાવણનો આજથી મંગલારંભ થયો છે.

Beginning of the Shravan month: Harahar Mahadev's music echoed in the temples of Sihore

સિહોરમાં નવનાથ સહિતનાં શિવમંદિરોમાં શિવભકતોની દર્શન, જલાભીષેક વગેરે માટે વહેલી સવારથી ભીડ જોવા મળી હતી. ભગવાન શિવશંભુની ભક્તિનો અમુલો અવસર ઍટલે શ્રાવણ માસ! આજથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થતા સિહોરની ચારેય દિશાઓમાં આવેલ શિવમંદિરોમાં વહેલી સવારથી જ ભાવિકોની ચહલ પહલ શરૂ થઇ ચુકી છે.

Beginning of the Shravan month: Harahar Mahadev's music echoed in the temples of Sihore

દર્શનીય શોભા, વિવિધ અભિષેક, લઘુરૂદ્રી, ગુરૂરૂદ્રી, પૂજા, આરતી, ધૂન-ભજન સહીતના કાર્યક્રમોથી શિવ મંદિરોના આંગણે મેળાવી માહોલ સર્જાયો છે. હરહર મહાદેવ, શિવશંભુ, જય ગીરનારી, ૐ નમઃ શિવાયનો રણકાર ગુંજવા લાગ્યો છે. આખો માસ વ્રત, જપ, તપ, ઉપવાસ, ઍકટાણાનો ઉપક્રમ ચાલશે.