મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આયોજિત બેઝિક કેમ્પમાં ગોપીનાથજી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓની સિદ્ધિ

બ્રિજેશ ગોસ્વામી
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આયોજિત બેઝિક કેમ્પમાં જુનાગઢ ખાતે ગોપીનાથજી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં મકવાણા ભુમી અને પરમાર શેતલ બેસ્ટ પર્વતારોહણનો એવોર્ડ મેળવેલ છે આ ઉપરાંત બીજી નવ વિદ્યાર્થીઓએ આ કેમ્પમાં ભાગ લીધો હતો. જેનું સમગ્ર માર્ગદર્શન P.T.I.સામતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક ને કોલેજ પરિવાર વતી શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી