સામાજીક કાર્યકર કરે કરી રાજ્યપાલ ને રજુઆત, જેને ભાવેણાનું દેશમાં ગૌરવ વધાર્યું છે એજ મહારાજા સાહેબની પ્રતિમાની જાળવણી માત્ર તંત્રને સમય કેમ નથી ?

દર્શન જોષી
ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહીલ ફકત ભાવનગર જ નહી પણ સમગ્ર દેશનુ ગૌરવ છે અને આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની પ્રતિમા મુકવા માંગણી કરીએ છીએ ત્યારે ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે કે જે યુનિવર્સિટી ના નામ સાથે જ મહારાજા નુ નામ જોડાયેલું છે એ જ જગ્યાએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની પ્રતિમા સ્થાપિત કરવામા આવી છે.

પણ તેની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી, અત્યારે પ્રતિમા ની હાલત ખરાબ થઈ ગઈ છે ત્યારે તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા માટે સામાજીક કાર્યકર ક્રિપાલસિંહજી વાળા તરેડી દ્વારા રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને ઉપકુલપતિ મહિપતસિંહ ચાવડા ને લેખિતમાં રજૂઆત કરી છે