શહીદ ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથી નિમિતે ભાવનગર હિંદુ જાગરણ મંચ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન

દર્શન જોશી
આગામી તા.૨૭-૨-૨૦૨૨ ને રવિવારે ભાવનગર હિંદુ જાગરણ મંચ વિભાગ દ્વારા ભારત માતાના વીર સપૂત શહીદ ચંદ્રશેખર આઝાદજીની પુણ્યતિથિ નિમિતે મહા રક્તદાન કેમ્પનું આયોજન શિવશક્તિ હોલ ક્રેસન્ટ ખાતે સવારે ૯ થી ૧૨ રાખવામાં આવ્યું છે. ભારત ના વીર સપૂતના રાષ્ટ્ર માટેના બલિદાન બદલ તેમને શ્રદ્ધાંજલિ આપવાના આ પાવન રાષ્ટ્રીય ઉદેશને સાથે મળીને સાકાર કરવા મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે. ભાવનગર વિભાગીય સંયોજક અલ્પેશ શાહ અને શહેર પ્રમુખ ચિરાગભાઈ લંગાળિયા અને તેમની ટિમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. વ્યવસ્થાના ભાગરૂપે રક્તદાન કરનાર ઇચ્છુક રક્તદાતાઓએ પોતાના નામ ૯૩૭૬૩૦૮૬૮૬ ઉપર સંપર્ક કરવો.