ઇન્ટરનેશનલ શેત્રે ભાવનગરનું નામ રોશન કરનાર હેતસ્વી સોમાણી દ્વારા સોમવારથી પદ્મનામ યોગ હબ નામના યોગ સેન્ટરની શરૂઆત કરશે

મિલન કુવાડિયા
ભાવેણા એટલે કલાનગરી ભાવનગરની પાવન ભૂમિએ અનેક કલાકારોને જન્મ આપ્યો છે જેને વિશ્વના ફલક ઉપર ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. તેવા જ યોગ ક્ષેત્રમાં જેમને ભાવનગર અને દેશનું નામ ઉજાગર કર્યું છે તેવા હેતસ્વી સોમાણી હવે યોગ હબ શરૂ કરવા જઈ રહ્યા છે ભાવનગરના વડોદરિયા પાર્કમાં તા.૨૮/૨/૨૨ ને સોમવાર થી આંતરરાષ્ટ્રીય યોગ પ્લેયર હેતસ્વી સોમાણી દ્વારા પદ્યનાભ યોગ હબ નો શુભારંભ કરવા જઈ રહ્યા છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન ના ઉપપ્રમુખ જીગ્નેશ પાટીલના હસ્તે શુભારંભ કરવામાં આવશે અહીં ભાવનગરના રાજકીય અને સામાજિક આગેવાનો આ ઉદ્ઘાટન સમારોહ માં વિશેષ હાજરી આપશે. હેતસ્વી ને “બેક્ર બેડિગ કવીન”નું બિરૂદ મળેલ છે.

તાલુકા ,જીલ્લા, રાજય તેમજ દેશના સીમાડા બહાર તેમનું નામ ગુંજતું થયું છે હેતસ્વી બાળપણથી આજ સુધી તનતોડ મહેનત અને રાત દિવસ નો તફાવત ભુલી કલાકો સુધી યોગ અભ્યાસ કયોઁ છે હેતસ્વી સોમાણીએ ભાવનગરનું નામ દેશ અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે રોશન કરી ચુકી છે. તેને નાનપણથી જ યોગ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી છે ત્યારે ભાવનગર વડોદરિયા પાર્ક ખાતે આગામી તા.૨૮/૨/૨૨ ને સોમવારથી આંતરરાષ્ટ્રીય યોગ પ્લેયર હેતસ્વી સોમાણી દ્વારા પદ્યનાભ યોગ હબ શરૂ થવા જઈ રહ્યું છે જેમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન ના ઉપપ્રમુખ જીગ્નેશ પાટીલ ઉદઘાટન સમયે ખાસ ઉપસ્થિત રહેવાના છે સાથે ભારતીબેન શિયાળ, પ્રશાંતભાઈ કોરાટ, કીર્તિબેન દાણીધારીયા, રાજીવ પંડ્યા સહિતનો ખાસ આ પ્રસંગે હાજરી આપવાના છે