રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર શહેર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

બ્રિજેશ ગોસ્વામી
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર શહેર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ‌રોજ જ્ઞાનગુરૂ વિદ્યાપીઠ,સાગવાડી ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં અલગ-અલગ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા.કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી આમંત્રિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરવામા આવ્યું રેણુકાબેને ઉપસ્થિત મહિલા મહેમાનોનુ સ્વાગત અને પરિચય કરાવ્યો.

ચંદ્રિકાબેને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નો પરિચય આપ્યો.માનસીબેને ઉપસ્થિત સંગઠનના હોદ્દેદારોનો પરિચય કરાવ્યો.સન્માનિત મહિલાઓએ મહિલા સશક્તિકરણ માટે પોતે કરેલ કાર્ય થકી સુંદર વાતો રજૂ કરી.આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મીતાબેન દુધરેજીયા- TPEO(ઘોઘા) એ મહિલા સશક્તિકરણની વાત અને પુરુષોએ વ્યસનમુક્ત તેમજ બહેનોએ ફેશન મુક્ત થવાની વાત કરી હતી.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સમાજમાંથી અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને સન્માનિત કરવાના કાર્યને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.