ભાવનગરમ વાઘાણીના ગઢમાં સિસોદિયાની રેડ, ભાવનગરની સરકારી શાળાની સ્થિતિ દિલ્હીના શિક્ષણ પ્રધાન થયા આશ્ચર્યચકિત, ગુજરાતમાં શિક્ષણ પર ગરમાયું રાજકારણ, મુલાકાત વેળાએ ઇસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા જોડાયા


મિલન કુવાડિયા
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના ભાવનગરની મુલાકાતે આજે દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા આવ્યા હતા આજે સોમવારે દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ભાવનગરની મુલાકાતે આવ્યા છે. મનીષ સિસોદિયા સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા, ગુજરાત પ્રદેશ ,આપ નેતા ઇસુદાનભાઈ ગઢવી પણ ભાવનગર શહેર ની મુલાકાતે હતા. આજે સવારે શહેરના ગઢેચી સર્કલે આપના નેતાઓનું ભાવનગર શહેર પ્રમુખ મહિપાલસિંહ ઝાલા સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી શિક્ષણ મુદ્દે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ટ્વિટર વૉર ચાલી રહ્યું છે. શિક્ષણની સ્થિતિને લઇને બંને રાજ્યો એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા આવ્યા છે. ત્યારે દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓએ ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના મત વિસ્તારની મુલાકાત લીધી હતી દિલ્‍હીના નાયબ મુખ્‍ય પ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ પત્રકાર પરિષદમાં ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણીના નિવેદનની નિંદા કરી હતી. ડેપ્‍યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે ગુજરાતના શિક્ષણ મંત્રીના નિવેદનમાં ઘમંડ છે.અમે ૨૭ વર્ષથી ગુજરાતની રાજનીતિમાં છીએ અને શિક્ષણ વ્‍યવસ્‍થાને સુધારવા માટે ન તો કંઈ કર્યું છે અને કરશે પણ નહીં.

જેમને સારું શિક્ષણ જોઈએ છે તેમણે ગુજરાત છોડીને બીજે ક્‍યાંક જવું જોઈએ. તેમણે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને સવાલ કર્યો હતો કે જયારે તેઓ ગુજરાતની શિક્ષણ વ્‍યવસ્‍થાને ઠીક કરવાનું કામ નહીં કરે અને સત્તાના ઘમંડમાં કહેશે કે જેને આ વ્‍યવસ્‍થા પસંદ નથી તેણે ગુજરાત છોડીને દિલ્‍હી જવું જોઈએ, તો પછી તેના સમાજને અસર શું થશે? તો પછી સમાજ માટે વિચારીને શું રાખ્‍યું છે? શું સમાજ આ રીતે આગળ વધી શકશે.? દિલ્હીના શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાએ  જીતુભાઈ વાઘાણીના વિસ્તારની સ્કૂલ નંબર 62 હારદાનગર સ્કૂલની મુલાકાત લીધી હતી.

જે બાદ તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે હું આજે શાળાની વ્યવસ્થા જોવા આવ્યો છું. શિક્ષણમંત્રીના વિધાનસભા વિસ્તારની શાળાની હાલત જ દયનીય છે. તૂટેલી દીવાલો તથા મધ્યાહન ભોજનમાં બેસવાની કોઈ વ્યવસ્થા નથી. વધુમાં જણાવ્યું કે  વર્ગખંડમાં બેસવા માટેની પણ વ્યવસ્થા નથી, વિદ્યાર્થીઓ તૂટેલી દિવાલવાળા રૂમમાં અભ્યાસ કરી રહ્યાં છે. ગુજરાતમાં  શિક્ષણ વ્યવસ્થા ખૂબ ખરાબ છે તેમ  મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું. સાથે જ ઉમેર્યુ હતું કે  દેશમાં ધર્મ જ્ઞાતિ પર રાજનીતિ ના થવી જોઈએ.