સંગઠન અને સરકાર સાથે જ ચાલે છે, કાર્યકરો થકી જ ઉજળા છીએ, ભાજપ સ્નેહ મિલનમાં સાફ વાત

હરિશ પવાર
તમે લોકોને એના કામને લઈ સોમ – મંગળવારે ગાંધીનગર આવો હુ અને મારી ટીમ લોકોના કામ કરવા જ બેઠા છીએ. ત્યાં તમને શું આવા કામ લંઈ દોડ્યા આવ્યા તેવો જવાબ નહી મળે અરે સાચુ જ નહી ખોટુ કામ લઈને પણ આવો બધુ અમે સરખુ કરી દેશુ તમારો વટ જાળવવાની જવાબદારી અમારી તેમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે શહેર ભાજપ આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં બોલતા જણાવ્યુ હતું.

તેમણે જણાવ્યુ હતુ કે સરકાર અને સંગઠન સાથે જ ચાલે છે. કાર્યકરો થકી જ અમે ઉજળા છીએ અમારી અંદરનો કાર્યકર જળવાય રહે મોટા નેતા ન બની જઈએ તે જોવાની જવાદારી કાર્યકરોની છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ચૂંટણીનું વર્ષ છે. આપણે કોઈને હરાવવા નથી. બસ 182માંથી તમામ બેઠકો જીતવી છે. કોરોના મહામારીમાં બાપે – દિકરાને અને દિકરા એ બાપને છોડી દીધો હતો.

આવા સમયે ભાજણના કાર્યકરો એ પ્રજાની વચ્ચે જઈ કામ કર્યું છે. જી.પ, નગરપાલિકા, વિધાનસભાની સીટી પર ભાજપને લોકોએ બેઠક આપી છે. ત્યારે આપણે સૌ પરિવાર ભાવનાથી કામ કરીએ. મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય વિભાવરીબેન દવે, કિરીટસિંહ રાણા, સૌરાષ્ટ્રના પ્રભારી વિનોદ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડયા વી.એ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.